હાલમાં તો દેશના તમામ હિન્દુ લોકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. મિત્રો 2019 માં સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા બાદ રામ મંદિર બનાવવા માટે એક કિંમત નક્કી કરવામાં આવી હતી.
ત્યાર પછી તો રામ ભક્તોએ મન મૂકીને રામ મંદિર માટે દાન કર્યું હતું. એવો લક્ષ રાખવામાં આવ્યો હતો કે 11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયા દાન મળશે. પરંતુ રામ ભક્તોએ લગભગ ચાર ગણી રકમ રામ મંદિર માટે દાનમાં આપી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે રામ મંદિરમાં લગભગ 3200 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. આ દાનની રકમના વ્યાજમાંથી જ રામ મંદિરનો પહેલો માળ તૈયાર થયો છે. રામ મંદિરના ટ્રસ્ટના એક સભ્ય એ જણાવ્યું કે, લગભગ 18 કરોડ લોકોએ પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને sbi ના ખાતામાં લગભગ 3200 કરોડ રૂપિયાનું ફંડ જમા કરાવ્યું છે.
ત્યાર પછી ટ્રસ્ટે આ બેન્કોમાં નાણાંની એફડી કરાવી હતી. જેમાંથી મળેલા વ્યાજમાંથી રામ મંદિર નો પહેલો માળ બન્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment