સાવ આમ ન હોય..! એક કારમાં એક પછી એક કરીને એટલા બાળકો નીકળ્યા કે… વીડિયો જોઈને ચોકી ઉઠશો…

સોશિયલ મીડિયા પર ઘણા એવા ચોકાવનારાવિડિયો વાયરલ થતા હોય છે, ઘણા વિડીયો તો એવા હોય છે જેને જોઈને આપણને નવાઈ લાગે છે. હાલમાં આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા તેની નાની કારમાં ઘેટા બકરાની જેમ 25 બાળકોને લઈ જઈ રહી હતી.

જ્યારે ટ્રાફિક પોલીસના જવાનોએ કાર રોકી તો અંદરનો નજારો જોઈ તેઓ દંગ રહી ગયા. આ પછી પોલીસ અધિકારીએ એક પછી એક તમામ બાળકોને બહાર કાઢ્યા હતા. આ ચોંકાવનારી ઘટના ઉઝબેકિસ્તાનના બુખારામાં બની હતી. મીડિયા રિપોર્ટ અનુસાર મહિલા પ્રાથમિક શાળાની શિક્ષિકા હોવાનું કહેવાય છે.

તેની ઓળખ જાહેરમાં કરવામાં આવી નથી, મહિલા તેની કારમાં તેની સાથે 25 વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી. આ મહિલા શિક્ષકે 25 માસુમ બાળકોને તેમાં બેસવા માટે દબાણ કર્યું હતું. આવું કરીને તેણે માત્ર પોતાની જિંદગી સાથે જ નહીં પરંતુ નિર્દોષ બાળકોની જિંદગી સાથે પણ રમત રમી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાછળ ડિકી થી લઈને સ્ટિયરીંગ સુધી બાળકોને ખીચો ખીચ ભર્યા છે.

નવાઈની વાત તો એ છે કે બાળકોના માતા-પિતાએ બાળકોને આ રીતે લઈ જવા કઈ રીતે દીધા ! શિક્ષિકા નું કહેવું છે કે તે દરરોજ તેના વિદ્યાર્થીઓને એક જ કારમાં ઘરે લઈ જતી હતી. પરંતુ આ વખતે મહિલા ટ્રાફિક પોલીસની નજરથી બચી શકી ન હતી. પોલીસે મહિલાને ઠપકો આપ્યો અને ભવિષ્યમાં આવી રીતે વાહન ન ચલાવવાની સલાહ આપી.

અહેવાલો અનુસાર મહિલાને અસુરક્ષિત ડ્રાઇવિંગ ના કેસમાં પબ્લિક કાઉન્સિલ દ્વારા સજા આપવામાં આવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે નિર્દોષ બાળકોને ઘેટા બકરાની જેમ કારમાં બેસાડી દેવામાં આવ્યા છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કારમાં પગ મુકવા માટેની પણ જગ્યા બચી નથી, આ જોઈને પોલીસ કર્મીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*