મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આજના આધુનિક યુગમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓ સોશિયલ મીડિયાનો યુઝ કરી રહ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર નાના બાળકોની ક્યુટનેશના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. લોકોને નાના બાળકની અલગ અલગ પ્રકારની ક્યુટ હરકતો ખૂબ જ પસંદ આવતી હોય છે.
સોશિયલ મીડિયા પર તમે અલગ અલગ પ્રકારના નાના બાળકોના ઘણા વિડીયો જોયા હશે. ઘણી વખત બાળકોના વિડીયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણી વખત આપણે બાળકોની વાતો સાંભળીને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. જ્યારે નાના બાળકોને વાળ કપાવવા માટે લઈ જવામાં આવે ત્યારે તે ભારે ધમાચકડી મચાવતા હોય છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર વાળ કપાવતા એક નાનકડા એવા બાળકો નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાળ કપાવતી વખતે ગુસ્સામાં ભરાયેલા બાળકે વાળંદને એવી ધમકી આપી કે સાંભળીને તમે પણ પોતાની હસી નહીં રોકી શકો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાળ કપાવતો બાળક વાળંદને પોતાના ક્યુટ અવાજમાં ધમકી આપતો જોવા મળી રહ્યો છે.
વાળ કપાવતી વખતે બાળકના ચહેરા ઉપર ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકો છો કે વાળ કપાવતી વખતે બાળક રડી રહ્યો છે. રડતા રડતા માસુમ બાળક વાળંદને કહે છે કે, “અરે ભાઈ શું કરી રહ્યો છો ? બધા વાળ કાપી નાખીશ કે શું ?
ત્યારે વાળંદ ગુસ્સામાં ભરાયેલા બાળકને શાંત પાડવા માટે તેને પૂછે છે કે, બેટા તારું નામ શું છે? ત્યારે બાળક કહે છે કે મારું નામ અનુશ્રીત છે. ત્યાર પછી બાળક ગુસ્સામાં ભરાઈને વાળંદને ધમકી આપે છે કે,”હું ખૂબ જ ગુસ્સામાં છું હું તારા બધા વાળ કાપી નાખીશ”.
My baby Anushrut,
Every Parents is struggle pic.twitter.com/wN7B510ZwS— Anup Jiwan Petkar (@Anup20992699) November 22, 2020
બાળકની વાત સાંભળીને વાળંદ પણ ખડખડાટ હસી પડે છે. વાયરલ થયેલો વિડિયો બાળકના પિતાએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. એક મિલિયનથી પણ વધારે લોકોએ અત્યાર સુધીમાં વીડિયો જોયો છે. આ ઉપરાંત 54 હજારથી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા છે અને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment