ઘણા એવા બાળકોનો તેમની નાની ઉંમરમાં એ ટેલેન્ટ જોઈને ઘણા લોકો આ દંગ થઈ જતા હોય છે, ત્યારે આજે આપણે એક એવી જ વાત કરવા જઈ રહ્યા છીએ.જેમાં અમદાવાદમાં રહેતી એક ચાર વર્ષની દીકરીને આ રમવાની ઉંમરે પણ મોટી સિદ્ધિઓ હાંસલ કરી.વાત જાણે એમ છે કે આ દીકરી માત્ર બે મિનિટ અને 40 સેકન્ડમાં શિવ તાંડવ પૂર્ણ કરી બતાવે છે.
ત્યારે આજે તેણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. ચાર વર્ષની હેનીસા નામની આ દીકરીએ ઝડપથી અને ટૂંકા સમયમાં શિવ તાંડવ સ્ત્રોત કરવા બદલ સર્ટિફિકેટ અને મેડલ થકી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માન મળ્યું,ત્યારે તેની રમવાની ઉંમરમાં પણ આવી સિદ્ધિઓ હાજર કરી પોતાના માતા પિતા નું નામ રોશન કર્યું.
આટલી નાની ઉંમરે પણ આટલું અઘરું કામ કરી બતાવતા એટલે તો જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય. હાલ તો તે અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં રહે છે વિવિધ પરિવારમાં જન્મેલી કે જે ઉંમરે ભલે સાડા ચાર વર્ષની જ હોય પરંતુ તેનું કામ ખૂબ મોટું દેખાણું. હાલ તો આ દીકરીને આટલી નાની ઉંમરે પણ સરસ શિવ તાંડવ સ્ત્રોત સહિત વિવિધ પ્રકારના મંત્રો અને શ્લોક સાથે બોલે છે.
ત્યારે ભલભલા માટે એ બોલવું મુશ્કેલ હોય છે અને તે સરળ રીતે બોલી બતાવે છે. જ્યારે આ હેમિશાના પિતાને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે એનાં પિતા એવા ચિન્મય વૈદ્ય જણાવ્યું હતું કે તેમના ઘરે રોજ સવારે શિવ કથા નું શ્રવણ થાય છે. એટલું જ નહીં પરંતુ ટીવીમાં પણ શિવ કથા ઉપરાંત શિવતાંડવ સ્ત્રોત અને વિવિધ લોકો મંત્રો ચાલતા હોય છે.
ત્યારે તે જુએ છે અને સાંભળે છે અને તેમાંથી જ તે શીખે છે. દરરોજ સવારે પૂજા પણ કરે છે અને તેમની સાથે બેસીને એ પૂજામાં મહામૃત્યુંજય મંત્ર અને ગાયત્રી મંત્રનું પણ પઠન કરે છે. હાલ તો માત્ર ચાર વર્ષની એની શાહી ટૂંકા સમયમાં શિવ તાંડવ સ્ત્રોત ગાવાનો ચાર મિનિટનો રેકોર્ડ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પ્રાપ્ત કર્યો.
તેની માતા શ્રદ્ધા વૈદ્યનું કહેવું છે કે તે દરરોજ દીકરીની વિવિધ પ્રકારના મંત્ર બોલવાની પ્રેક્ટિસ પણ કરાવતી હતી તેથી જ એ બાળકી એ સ્ત્રોતો અને મંત્રો જેનું પથન કરી નાની ઉંમરે રેકોર્ડ હાંસલ કર્યો કે જે ખૂબ જ ગર્વની વાત કહેવાય અને તેના માતા પિતાને પણ ગર્વ અનુભવાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment