ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ના પ્રચાર દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી ઉપર ફેંકાયું ચંપલ, જાણો સમગ્ર મામલો

Published on: 9:40 pm, Mon, 26 October 20

વડોદરાના કરજણ ખાતે પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર અજાણ્યા વ્યક્તિએ ચંપલ ફેંક્યું છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા નીતિન પટેલ પર ચંપલ ફેંકાતા અફરાતફરી મચી જવા પામી હતી. પોલીસે યુવકની તપાસ શરૂ કરી છે જોકે આ ચંપલ નીતિન પટેલ ને વાગ્યું નથી. મીડિયા સાથે વાત ચીત દરમિયાન નીતિન પટેલ પર આ યુવકે ચંપલ ફેંક્યું હતું. હમણાં સુધી ભાજપ પ્રદેશ સંગઠન માળખામાં ફેરફારના લઈને ઘડીઓ ગણાતી હતી.હજુ સુધી સંગઠનમાં ફેરફાર થયા નથી.

પેટાચૂંટણી ના પરિણામો બાદ સંગઠન માં ફેરફાર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે શેર પટેલની વરણી કરાયાના દસ દિવસમાં જ સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું હતું.પેટાચૂંટણીના સમય દરમ્યાન પક્ષ પલટુ અને ટિકિટ આપ્યા બાદ કોંગ્રેસમાંથી કોઈને નહીં લેવાય.

તેવા નિવેદન આપનાર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતાના નિવેદનથી ફરી ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે.આજરોજ લીમડી કાડે સી.આર.પાટીલ ઉપસ્થિતિમાં ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને.

કોળી સમાજના નેતા એવા લાલજીભાઇ મેર સહિત 10 જેટલા કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો સાથે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ના પ્રચાર દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી ઉપર ફેંકાયું ચંપલ, જાણો સમગ્ર મામલો"

Leave a comment

Your email address will not be published.


*