હાલમાં બનેલી ચોકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક આરોપીઓએ ઘરમાં ઘૂસીને ઊંઘમાં સુઈ રહેલા પરિવાર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં પતિ-પત્ની સાથે છ વર્ષનો માસુમ બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન છ વર્ષના માસુમ બાળકો પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ હચમચાવી દેનારી ઘટના હનુમાનગઢ પીલીબંગાનોમાં બની હતી. પોલીસે ઘટનાના બે આરોપીઓની ધડ પકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈને પોલીસે હોસ્પિટલમાં દાખલ 36 વર્ષીય જસવીર દાસનું નિવેદન લેવામાં આવ્યું છે. તેને જણાવ્યું કે તે લગભગ એક વર્ષ પહેલા હેરોઇન વેચતો હતો. હિરોઈન ખરીદવા માટે તે પંજાબના પિતા પુત્ર સાથે મોબાઈલ પર વાતચીત કરતો હતો.
તેને બંનેના નામ ખબર નથી. તે પોતે મારા ઘરે હેરોઇન પહોંચાડવા માટે આવતા હતા. પછી મેં એક વર્ષ સુધી હેરોઈન પીવાનું અને વેચવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દીધું હતું. જેના કારણે પંજાબના પિતા પુત્ર સાથે મારો સંપર્ક તૂટી ગયો હતો. 18 જાન્યુઆરીના રોજ પંજાબના પિતા પુત્ર અમારા વિસ્તારમાં આવ્યા હતા અને બંને કોઈને હેરોઈન આપી રહ્યા હતા.
મેં બંનેને અમારી ગલીમાં હેરોઈન વેચવાની મનાઈ કરી તો બંને મારી સાથે માથાકૂટ કરવા લાગ્યા. ત્યારબાદ મેં બંનેના હાથમાં રહેલી હેરોઈન છીનવીને ગટરમાં ફેંકી દીધી હતી. પછી બંને જણા ત્યાંથી જતા રહ્યા હતા જતા પહેલા બંને મને ધમકી આપીને ગયા હતા. વધુમાં જસવીર દાસે પોલીસને જણાવ્યું કે, રાત્રે તે પોતાની પત્ની મનપ્રીત કોર અને દીકરા એકમજીત સિંહ સાથે ઘરના બહારના રૂમમાં સૂતો હતો.
સવારે લગભગ પાંચ વાગ્યાની રૂમમાંથી ઉઠ્યો હતો અને ટોયલેટ ગયો હતો. ત્યારબાદ ફરી રૂમમાં આવીને પોતાની પત્ની અને બાળક સાથે સૂઈ ગયો હતો. થોડીક વાર પછી અચાનક જ રૂમમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ કોઈક બારીમાંથી અંદર આવ્યું અને મને અને મારી પત્નીને આગમાંથી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો અને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
તમામ લોકોએ ભેગા મળીને ઘરમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ત્યારબાદ છ વર્ષના દીકરાને પણ આગમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને બધાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન છ વર્ષના દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને બે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment