બોટાદમાં ગોતેશ્ર્વર મહાદેવના મંદિરમાં આવેલા ક્ળશીમાં બિરાજમાન થઈને નાગદેવતાએ દર્શન આપ્યા, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમડ્યા..

Published on: 1:54 pm, Sun, 26 June 22

આજે આપણે બોટાદ શહેરમાં એક મંદિરમાં બનેલી ઘટના વિશે વાત કરીશું ત્યારે ઘણા યુવાનો એ એ સમગ્ર ઘટનાને મોબાઈલ માં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલી નજરે પડે છે, ત્યારે વાત જાણે એમ છે કે બોટાદ શહેરમાં હરકુઈ વિસ્તારમાં હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે કે જ્યાં ગોતેશ્વર મહાદેવ બિરાજમાન છે.

હનુમાનજીના મંદિરે કહેવાય છે કે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થી આવતા હોય છે ત્યારે આજરોજ એવી ઘટના બની છે કે સૌ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. અને તેમને ચમત્કાર જ હોય તે રીતે એ ઘટનાને સમજી રહ્યા છે.એવામાં વાત જાણે એમ છે કે આજરોજ ઢળતી બપોરે કોબ્રા જેને લોકભાષામાં કાળોતરો સાપ તરીકે ઓળખવામાં આવે છે.

હનુમાનજીના મંદિરે આવેલા એક જ્યોતિષ પર મહાદેવના મંદિરમાં પણ પ્રવેશી શિવલિંગ ઉપર લગાવેલી ગળથૂથીમાં જ બેઠો હતો.જે જોઈને સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા છે અને સાક્ષાત મહાદેવ આવ્યા હોય તે રીતે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા. આ ઘટનાને નિહાળવા માટે શ્રદ્ધાળુઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આ વાત વાયુવેગે પ્રસરી જતાની સાથે જ આ મંદિરે લોકોની ભારે ભીડ જોવા મળી.

ત્યારે એ નાગ મહાદેવના મંદિરમાં પ્રવેશી શિવલિંગ ઉપર લગાવેલી કરતી માં જઈને બેઠો હતો. જે જોતા તો સૌ કોઈ લોકો એક ચમત્કાર જ સમજી બેઠા હતા અને સાક્ષાત મહાદેવ આવ્યા હોય તે રીતે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હતા. આપણી સમક્ષ આવી અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં સાક્ષાત ભગવાન બીરાજમાન હોય એવા પરચા સામે આવતા હોય છે.

એવા ભગવાન શિવના કંઠ પર આભૂષણ એટલે સાપ કહેવાય ત્યારે નાગ આપ મેળે શિવલિંગ કે શિવ સંબંધિત બાબતો સાથે જોડાય ત્યારે ફક્ત ચમત્કાર થયો એમ કહી શકાય,ત્યારે આ ઘટના વાયુવેગે પ્રસરી હતી અને એ કાળોતરા સાપે ગળતી પર ફેણ માંડી આંગતુક ભક્તોને દર્શન આપ્યા હતા એ નજારો ખુબ જ ભક્તિમય બની ગયો હતો.

એ કાળોતરા સાપ ના દર્શન થતાની સાથે જ આ મંદિરના પૂજારીએ નાગદેવતાની આરતી ઉતારી ધૂપ-દીપ અર્પણ કર્યા અને દૂધનું પાત્ર પણ કર્યો હતો. ઘણા યુવાનોએ મોબાઇલમાં કેપ્ચર કરી લેતા આજે એક ઘટના સમગ્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતી નજરે પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બોટાદમાં ગોતેશ્ર્વર મહાદેવના મંદિરમાં આવેલા ક્ળશીમાં બિરાજમાન થઈને નાગદેવતાએ દર્શન આપ્યા, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમડ્યા.."

Leave a comment

Your email address will not be published.


*