મિત્રો આજના સમયમાં યુવાનોને વિદેશ જઈને પૈસા કમાવાનો અલગ જ ક્રેઝ શરૂ થયો છે ત્યારે ઘણા બધા યુવાનો ભારત દેશ છોડીને વિદેશમાં પૈસા કમાવા જાય છે પરંતુ ત્યાં જઈને મજૂરી કરે છે અથવા તો અનેક પ્રકારની સમસ્યાઓના કારણે ભારત પરત ફરી વળતા હોય છે
ત્યારે વિદેશ જતા યુવાનોને શીખ મળે અને પ્રોત્સાહન મળે તેવો એક દાખલો લઈને અમે તમારી સામે આવ્યા છીએ.કેનેડામાં એન્જિનિયરિંગનું ભણતા ભણતા એક ભારતીય યુવાને એવો જોરદાર બિઝનેસ શરૂ કર્યો છે અને તે બિઝનેસનું નામ છે રીયલ એસ્ટેટ.
મિત્રો આ યુવકે સેવિંગ્સ એડ લોન કરીને એક મકાન લોન પર ખરીદુ. અને તેને જ ભાડે આપી દીધું અને ભાડા માંથી તે તેના ઈએમઆઈ પે કરતો હતો. આની સાથે ગ્રેજ્યુઅન પછી આ વ્યક્તિએ બીજા ત્રણ મકાન ખરીદીને ભાડે આપી દીધા છે.મિત્રો આ વ્યક્તિ દર મહિને લગભગ 9 લાખ રૂપિયાની આસપાસની સાઇડ ઇન્કમ જનરેટ કરે છે
અને એટલું જ નહીં આ વ્યક્તિ પોતાની પત્ની સાથે હવે અમેરિકામાં સેટલ થઈ ગયો છે અને મિત્રો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વ્યક્તિનું નામ કરણ વીજ છે જે અત્યારે શિકાગોમાં તેની પત્ની અને દીકરી સાથે વસવાટ કરે છે અને તેને આ બિઝનેસની શરૂઆત 2016 માં કરી હતી.
વર્ષ 2016 માં મિત્રો કરણ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો અને ત્યાં તેને જોયું અને એક આખું મકાન ભાડે આપવા કરતા એક રૂમ ભાડે આપવી એ વધારે પ્રોફીટેબલ જોવા મળી હતી
અને તેના કોલેજની આસપાસના વિસ્તારમાં તેને આ સ્કીમ વધારે ચાલતી હોવાનું જોયું હતું અને પછી તેને પ્રોપર્ટી ખરીદીને ભાડે આપીને રૂમની રકમ મેળવતો અને આવી રીતે તે હવે ખાલી સાઇડ ઇન્કમ જ લાખોમાં જનરેટ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment