હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાલતી ટ્રેનમાંથી નીચે પડી જવાના કારણે એક દીકરીનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર યુવતી ચાલતી ટ્રેનના ગેટ પર ઉભી હતી. આ દરમિયાન તેનો પગ લપસી જાય છે અને તે ચાલતી ટ્રેનમાંથી નીચે પડી જાય છે. આ કારણોસર યુવતી ગંભીર રીતે ઇજાગ્રતા થઈ હતી.
તેથી યુવતીનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બની ત્યારે યુવતીનો ભાઈ પણ તેની સાથે ટ્રેનમાં હતો. ચાલતી ટ્રેનમાંથી બેહેને નીચે પડી જતાએ તાત્કાલિક ટ્રેનની ચેઈન ખેંચી લીધી હતી અને ટ્રેનને ઉભી રાખી હતી. આ અકસ્માતની ઘટનાની જાણ થતા રેલવે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી યુવતીના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. આ ઘટના જાલૌનમાં બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલી યુવતીનું નામ નેહા હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી.
નેહા પોતાના ભાઈ સાથે નાંદેડ ગઈ હતી. ત્યાંથી બંને ભાઈ બહેન ટ્રેનમાં ઘરે પરત આવી રહ્યા હતા. જ્યારે ટ્રેન ભુવા સ્ટેશન નજીક પહોંચી ત્યારે નેહા ટ્રેનના ગેટ પાસે ઉભી હતી. આ દરમિયાન નેહાનો પગ લપસી જાય છે અને તે ચાલતી ટ્રેનમાંથી નીચે પડી જાય છે.
આ વાતની જાણ નેહાના ભાઈને થતા નેહાના ભાઈ તાત્કાલિક ટ્રેનની ચેઈન ખેંચી લીધી હતી. આ ઘટનામાં નેહાનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નેહાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ થવાઈ ગયો. મિત્રો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈપણ દિવસ ટ્રેનના ગેટ પાસે ઉભું રહેવું નહીં. આ ઉપરાંત કોઈ પણ દિવસ ચાલતી ટ્રેનમાંથી ઉતરવું નહીં અને ચાલતી ટ્રેનમાં ચડવું નહીં. કારણ કે એક નાનકડી ભૂલ આપણો જીવ જોખમમાં નાખી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment