સમગ્ર દેશભરમાં આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગુરૂવારના રોજ સવારે બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મહિલાના મૃત્યુના કારણે પાંચ વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ પગલું ભરી આ પહેલા મહિલાએ પોતાના ભાઈને સુસાઇડ નોટ વોટ્સએપ મોકલી હતી.
ત્યારબાદ મહિલાએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે મૃત્યુ પામેલી મહિલાના ભાઈના ફરિયાદના આધારે FIR નોંધી છે. આ ઘટના ગુરૂવારના રોજ સવારે જયપુરમાં બની હતી. અહીં ખોહી નાગોરીયન પોલીસ સ્ટેશન પાસેથી મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃત્યુ પામેલી મહિલાનું નામ મહેંદી હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. તેના લગ્ન સાત મે 2021ના રોજ રામ વિશ્વાસ નામના યુવક સાથે થયા હતા. દંપતીને પાંચ મહિનાનો પુત્ર છે. મૃત્યુ પામેલી મહિલા તેની બહેન અને માસુમ દીકરા સાથે સેક્ટર 11 ઇન્દિરા ગાંધીનગરમાં ભાડાઓના ફ્લેટમાં રહેતી હતી. ગુરૂવારના રોજ વહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ મહિલાનું મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યું હતું. આ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સવારે 7:00 વાગ્યાની આસપાસ મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ હતી. જ્યારે મૃત્યુ પામેલી મહિલાના ભાઈ પોતાનો મોબાઇલ જોયો ત્યારે બહેનના ઘણા બધા મેસેજ હતા. પોતાના મૃત્યુ પહેલા બેને આ મેસેજ ભાઈને કર્યા હતા. વોટ્સએપ પર મોકલવામાં આવેલી સુસાઇડ નોટમાં 25 મિનિટમાં છ મેસેજ મોકલવામાં આવ્યા હતા.
આ મેસેજમાં બહેને લખ્યું હતું કે, મારા મૃત્યુનું કારણ. બીના રામ, સુગની દેવી, ગુડ્ડુ, મહેશ, દિનેશ, સુનીતા અને બાબુ મારા મૃત્યુનું કારણ છે. મારા દીકરાને હું છું તેમ સંભાળી લેજે. મારા પરિવારના સભ્યો ખૂબ જ સારા છે. લવ યુ માય ફેમિલી. આ સમગ્ર ઘટના ને લઈને મૃત્યુ પામેલી મહિલાના ભાઈ સાસરીયા વિરુદ્ધ FIR નોંધાવી છે.
મહિલાના ભાઈ એ જણાવ્યું કે, લગ્ન થઈ ગયા બાદ સાસરિયાઓ મારી બહેનને ઓછું દહેજ લાવવાનું કહીને હેરાન કરતા હતા. આટલું જ નહીં પરંતુ લગ્નની વર્ષગાંઠાના બીજા દિવસે સાસરે આવો એ મળીને મારી બહેનની ખૂબ ધુલાઈ કરી હતી. સાસરિયાવાળાઓના આ ત્રાજથી કંટાળીને મારી બહેને આ પગલું ભરી લીધું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment