મિત્રો ભારતમાં એક એવું મંદિર છે જ્યાં કુવારા લોકો તે ભગવાનના દર્શન કરે તો દર્શન માત્રથી તેમના લગ્ન થઈ જાય છે અને લોકો કહે છે કે 50 વર્ષ જૂની પરંપરા છે અને આજે અમે તમને દેવતાનું નામ જણાવવાના છીએ જેને કુંવારાઓના દેવતા તરીકે ઓળખવામાં આવે છે
અને જે મંદિર મધ્યપ્રદેશના નિમચ જિલ્લાના જાવદ નગર માં બિલ્લમબાવજી કુવારાના દેવતા તરીકે ઓળખાય છે.અહીં દર વર્ષે રંગપંચમીના દિવસે શહેરના રહેવાસીઓ દ્વારા ધાર્મિક વિધિ મુજબ તેમની પૂજા કર્યા પછી તેમને બિરાજમાન કરવામાં આવે છે અને લોકો કહે છે કે
બિલ્લમ બાવજી નવ દિવસ રંગ તેરસ સુધી બિરાજે છે અને બાદમાં તેમને મંદીની અંદર સ્થાપિત કરવામાં આવે છે અને વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે કુવારા લોકો અહીં દર્શન કરવા આવે તો તેમના જલ્દીથી લગ્ન થઈ જાય છે. અહીં કુવારાઓ પરિવારના સભ્યોને લઈને આવે છે
અને માનતા માને છે અને આજ સુધીમાં ઘણા બધા એવા કુવારા છે જેમને અહીં અરજી લગાવી હોય અને તેમના લગ્ન થઈ ગયા હોય અને તમામ લોકો માટે આ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હવે એવું પણ કહેવાય છે કે
છેલ્લા વર્ષોમાં લગભગ 2500 કુવારાઓ દર્શન કરી ગયા છે જેમાંથી 500 જેટલા લોકોના લગ્ન થઈ ગયા છે અને લગ્નની માનતા પૂર્ણ થતા જ દંપતિ એકસાથે બિલ્લમ બાવજીના ચરણોમાં માથું નમાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment