આપણા ગુજરાતમાં દેવી-દેવતાઓના અનેક ચમત્કારી મંદિરો આવેલા છે. લોકો દૂર દૂરથી અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે આપણે એવા મંદિરની વાત કરવાના છીએ, જ્યાં કુવારા લોકો લગ્ન માટે માનતા રાખે છે અને માતાજીની કૃપાથી તે લોકોના લગ્ન પણ થઈ જાય છે.
તો ચાલો જાણીએ આ ચમત્કારી મંદિર ક્યાં આવેલું છે. મિત્રો તમને જણાવી દઈએ કે પાટણ થી 10 કિલોમીટર દૂર અને અમદાવાદથી 18 કિલોમીટર દૂર સાણંદ તાલુકાના જાપા ગામમાં આ ચમત્કારી મંદિર આવેલું છે. મિત્રો આપણે અત્યાર સુધીમાં અનેક માતાજીના નામ સાંભળ્યા હશે.
પરંતુ આપણે આજે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે માતાજીનું નામ ચુડેલ માતાજી છે. આ મંદિર હાલમાં જે જગ્યાએ છે ત્યાં દિવસે પણ થતા લોકો ખૂબ જ ડરે છે. કારણ કે અહીં ભૂત હોવાનું લોકો માનતા હતા. પરંતુ એક દિવસ ગામનો એક વ્યક્તિ તે સ્થળ પર ગયો હતો અને ત્યાં તેને ચુડેલ ને બેન બનાવી અને તેમનું મંદિર પણ બંધાવ્યું હતું.
ત્યાર પછી તો લોકોનો ડર ખૂબ જ ઓછો થઈ ગયો અને લોકો તેમને ચુડેલ ફઈબા તરીકે ઓળખવા લાગ્યા. મિત્રો આ મંદિરનું એક અનોખું રહસ્ય છે, google પર સર્ચ કરશો તો પણ તમને આ મંદિર વિશે ઘણી બધી માહિતી મળશે. મંદિર પાછળ એક અનોખો ઇતિહાસ છે.
આજે દૂર દૂરથી લોકો અહીં પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. અહીં માનતા રાખવાથી નિઃસંતાને લોકોને સંતાનની પ્રાપ્તિ થાય છે. કુવારા લોકો પણ પોતાના લગ્નની માનતા અહીં માને છે. લગ્ન થઈ ગયા બાદ માનતા પૂરી કરવા પતિ-પત્નીના ફોટા અને કંકુ અને શણગારનો સામાન અહીં ચઢાવવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment