કહેવામાં આવે છે કે, માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલ પોતાના ચરણમાં આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. માટે જ માં મોગલને અઢારે વરણની માં કહેવામાં આવે છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે.
માં મોગલલ એ અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. માટે લોકો દેશ-વિદેશથી માનતા કરવા માટે અહીં આવતા હોય છે. ત્યારે આજે આપણે કબરાઉમાં બેઠેલી માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
મિત્રો વાત કરીએ તો એક મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલના ચરણમાં આવી હતી. ત્યારે અહીં બિરાજમાન મણીધર બાપુએ મહિલાને પૂછ્યું કે, બેટા તારે શેની માનતા હતી? ત્યારે મહિલાએ જણાવ્યું કે, તેનું આંખોનું ઓપરેશન થયા બાદ તેના શરીરમાં દુ:ખાવો રહેતો હતો અને જેની તેને ઘણી બધી દવા કરાવી પરંતુ શરીરમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નહોતો.
બાદમાં તેને માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીને માં ની માનતા માની હતી. જેથી માં મોગલના આશીર્વાદથી થોડાક સમયમાં જ શરીરનો દુ:ખાવો દૂર થઈ ગયો એટલે હું મારી માનતા પૂરી કરવા 10,000 રૂપિયા લઈને મોગલધામ આવી છું.
ત્યારે મણીધર બાપુએ મહિલાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે, અડધા પૈસા તારી દીકરીને અને અડધા પૈસા તારી નણંદને આપી દેજે એટલે માં મોગલ રાજી રહેશે. વધુમાં જણાવ્યું કે, માં મોગલે 110 ગણી તારી માનતા સ્વીકારી છે. વધુમાં મણીધર બાપુએ કહ્યું કે, જો સાચા મનથી માં મોગલ પર વિશ્વાસ રાખો તો માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે.