મિત્રો હાલમાં સોના ચાંદીના ભાવ તો ઘણી ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે પરંતુ આ સમાચાર વચ્ચે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે છેલ્લા ચારથી પાંચ દિવસમાં સોનાનો અધધ ઘટાડો થયો છે મતલબ કે 800 થી 900 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવમાં આવેલા ઉતાર ચઢાવવાની વાત કરવામાં આવે તો
સોનાનો સૌથી વધારે ભાવ 63480 પ્રતિ 10 ગ્રામ હતો જ્યારે સૌથી ઓછો ભાવ 62670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને સરેરાશ ભાવની જો વાત કરવામાં આવે તો 62957 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને આપને જણાવી દઈએ કે ઉપરોક્ત જણાવેલા ભાવ 24 કેરેટ સોનાના ભાવ છે.
મિત્રો ચાંદીના ભાવની જો વાત કરવામાં આવે તો હાલમાં ચાંદી 76340 રૂપિયા પ્રતિ કિલો ના ભાવ એ બોલાઈ રહ્યું છે અને ચાંદીના ભાવમાં પણ મિત્રો 280 રૂપિયાનો ઘટાડો થયો છે.અમદાવાદમાં સોનાના ભાવ ની વાત કરવામાં આવે તો 63270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે ચાંદીનો ભાવ 76600 રૂપિયા પ્રતિ કિલોએ નોંધાયો છે.
જો મિત્રો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગતા હોય તો તેના માટે સરકારે એક એપ્લિકેશન બનાવી છે અને આ એપ્લિકેશનનું નામ ” BIS Care App” છે અને આ એપ્લિકેશનની મારફત થી સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે અને આ એપ મારફતે તમે ફરિયાદ પણ કરી શકો છો અને આ એપમાં જો સામાનનું લાઇસન્સ રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ પણ કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment