રવિવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના રવિવારના રોજ બિકાનેરમાં બની હતી. અકસ્માતની ઘટનામાં પતિ-પત્ની અને 10 મહિનાના દીકરાનું મૃત્યુ થયું છે.
મળતી માહિતી અનુસાર લગભગ ત્રણ વર્ષ પહેલા ગજેન્દ્ર નામના યુવકે શુચિ સાથે લવમેરેજ કર્યા હતા. બંને પતિ-પત્ની જયપુરના વિધાનગર નગરમાં રહેતા હતા. મળતી માહિતી મુજબ ગજેન્દ્ર પોતાના કામ અર્થે એક શહેરથી બીજા શહેર અવર-જવર કરતો હતો.
મળતી માહિતી અનુસાર ગજેન્દ્ર પોતાના કામ અર્થે બિકાનેર આવ્યો હતો. આ દરમિયાન તેની પત્ની અને 10 મહિનાનું બાળક પણ તેની સાથે હતા. કામ પતાવીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડયો હતો. અકસ્માતની ઘટનામાં આખા પરિવારનું કરૂણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર ગજેન્દ્ર બે દિવસ પહેલા પોતાની પત્ની સાથે અને બાળક સાથે બિકાનેર કામ અર્થે આવ્યો હતો. કામ પતાવીને ગજેન્દ્ર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે રવિવારના રોજ લગભગ બપોરે એક વાગ્યાની આસપાસ એક પિકઅપ વાહને ગજેન્દ્રની કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જબરદસ્ત હતી કે ગજેન્દ્ર તેની પત્ની અને 10 મહિનાના દીકરાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
મૃત્યુ પામેલા ત્રણેય લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. પોલીસે ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગજેન્દ્ર તેની પત્ની અને દસ મહિનાના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment