રવિવારના રોજ જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારે આજરોજ સિદ્ધુ મૂસેવાલાના અંતિમસંસ્કાર કરવામાં આવશે. આજરોજ સિદ્ધુ મૂસેવાલાના મૃતદેહને તેમનાં પરિવારજનોને સોંપવામાં આવશે.
ગઈકાલે ડોક્ટરે 5 વાગ્યાની આસપાસ સિદ્ધુ મૂસેવાલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. તેમના પર પિસ્તોલ વડે પ્રહાર થવાના કારણે તેમના માથાના, પગ, છાતી અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર સિદ્ધુ મૂસેવાલાની અંતિમયાત્રા તેમના ફેવરિટ ટ્રેક્ટર 5911 પર કાઢવામાં આવશે.
સિદ્ધુ મૂસેવાલાએ તેમના ઘણા પંજાબી ગીતમાં આ ટ્રેક્ટરનો ઉલ્લેખ કર્યો છે. તેઓ આ ટ્રેક્ટરને ખૂબ જ પસંદ કરતા હતા. સિદ્ધુ મૂસેવાલાએ આ ટ્રેક્ટર મોડીફાઇ કરાવીને પોતાના ઘરે રાખ્યું હતું. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સાંજના સમયે સિદ્ધુ મૂસેવાલા પર કેટલાક લોકોએ પ્રહાર કર્યા હતા.
આ ઘટનામાં સિદ્ધુ મૂસેવાલાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર સિદ્ધુ મૂસેવાલાના મૃત્યુના સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં તેમના ચાહકો મૂસા પહોંચી આવ્યા છે. આ કારણોસર અહીં કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ તેમનો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું.
સિદ્ધુ મૂસેવાલાના પાર્થિવદેહના અંતિમ દર્શન કરવા માટે તેમના ચાહકો તેમના ઘરે પહોંચી આવ્યા છે. મળતી માહિતી અનુસાર સિદ્ધુ મૂસેવાલાનો કેસની તપાસ હવે હાઇકોર્ટના સીટિંગ જજ કરશે. આ ઉપરાંત પંજાબના ગૃહ સચિવ અનુરાગ વર્માએ પંજાબ અને હરિયાણાના હાઇકોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખ્યો છે.
સિક્યુરિટી કાપ લીક પર હાઈકોર્ટે પંજાબ સરકાર પાસે જવાબ માંગ્યા છે. આટલું જ નહીં પરંતુ પૂર્વ ડેપ્યુટી સીએમ એ આ અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment