મિત્રો બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણીના લગ્ન થઈ ગયા છે. બંને સાથ ફેરા લીધા અને ત્યારબાદ હંમેશા માટે એકબીજાના બની ગયા છે. બંનેની લગ્નની તસવીરો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી લગ્ન કરીને બંને કાયમ માટે એકબીજાના બની ગયા છે.
સોશિયલ મીડિયામાં ચારેય બાજુ બંનેના લગ્નની જ ચર્ચાઓ ચાલી રહી છે. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. મિત્રો તમને જણાવી દે કે બંનેના લગ્નનું દરેક ફંક્શન શાહી અંદાજમાં થયું હતું. લગ્નમાં સંગીત, મહેંદી, હલ્દીથી માંડીને દરેક ધાર્મિક વિધિઓ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.
બંનેના લગ્નના કાર્યક્રમની વાત કરીએ તો સૌ પ્રથમ સંગીત નાઈટ, પછી મહેંદી પ્રથા અને પછી હલ્દી વિધિ અને ત્યારબાદ સૂર્યગઢ પેલેસની વાવડીમાં શાહી અંદાજમાં બંને સાત ફેરા લીધા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે 5 ફેબ્રુઆરીના રોજ સંગીત નાઈટના દિવસે સૂર્યગઢ પેલેસને ગુલાબી રંગની રોશનીથી શણગારવામાં આવ્યો હતો.
View this post on Instagram
જેના કારણે સૂર્યગઢ પેલેસનો રાત્રી નો નજારો કંઈક અલગ જ લાગી રહ્યો હતો. હલ્દી વિધિની વાત કરીએ તો તે દિવસે યેલો અને વાઈટ કાપડથી શણગારવામાં આવ્યું હતું. બંનેની હલ્દી નો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લગ્નમાં હાજર તમામ મહેમાનોના ફોન સંપૂર્ણ રીતે કવર કરી દેવામાં આવ્યા હતા..મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને લગ્નમાં પાણીની જેમ પૈસા વાપર્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્નમાં અત્યાર સુધીમાં 6 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
View this post on Instagram
ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, સૂર્યગઢ પેલેસને ટુરિસ્ટ સીઝન માટે બુક કરવાનો એક દિવસનો ખર્ચ બે કરોડ રૂપિયા છે. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ત્રણ દિવસના લગ્ન હતા. એટલે કે ત્રણ દિવસનો લગ્નનો ખર્ચ અંદાજે છ કરોડ રૂપિયા થયો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment