“માં મોગલ કૃપા” કાર કે બાઈકની પાછળ લખવું જોઈએ કે નહીં…? જાણો મણીધર બાપુ આ વાત પર શું કહ્યું… જુઓ વિડિયો…

મિત્રો આજે આપણે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. તમને બધાને ખબર હશે કે લોકો પોતાની કાર કે બાઈક ઉપર દેવી-દેવતાઓના નામ લખાવતા હોય છે. ત્યારે બાઈક કે કાર ઉપરમાં મોગલનું નામ લખાય કે નહીં તેના ઉપર મણીધર બાપુએ એક ખૂબ જ અગત્યની વાત કરી છે.

મિત્રો ઘણા લોકો પોતાની દુકાનનું નામ મોગલ રાખતા હોય છે અથવા તો દુકાનનું નામ મોગલ પાન રાખતા હોય છે. આ બાબત પર મણીધર બાપુએ કહ્યું કે, તમે બધા માં મોગલનું નામ રાખો એમાં કોઈ વાંધો નથી. પરંતુ આ નામ કોઈ દિવસ લજવતા નહીં.

મણીધર બાપુએ કહ્યું કે, ઘણા લોકો પોતાની ગાડી ઉપર મોગલ કૃપા લખાવતા હોય છે અને તે જ ગાડીમાંથી અમુક વખત દારૂની બોટલો નીકળતી હોય છે. કોઈ દિવસ આ વસ્તુ ન કરવી જ જોઈએ. આ તમને ખૂબ જ તકલીફમાં પાડી દે છે.

જો તમે માનું નામ લખાવો છો તો તેમાં બીજી કોઈ ખોટી વસ્તુ ન હોવી જોઈએ. મણીધર બાપુએ વધુ કહ્યું કે, જો તમારે સારા કામ કરવા હોય તો જ મારું નામ લખાવજો નહિતર મારું નામ લખાવતા નહીં.

વધુમાં મણીધર બાપુએ કહ્યું કે, કોઈના પર જલદી પર વિશ્વાસ ન કરવો જોઈએ. જ્યારે કોઈ મારી ગાડી લઈ જતું હોય છે તો કોઈ તે ગાડીને રોકતું નથી. મારી ગાડી જોઈને પોલીસ અધિકારીઓ કહે છે કે આ તો બાપુ ની ગાડી છે જવા દો. પરંતુ હું તે લોકોને પણ કહું છું મારી ગાડી હોય તો પણ ગાડીને જરૂર ચેક કરજો.

ઘણી વખત મારી ગાડી કોઇક બીજા લોકો પણ લઈ જતા હોય છે. મણીધર બાપુએ વધુમાં કહ્યું કે, ઘણા લોકો ગાડી પર માં મોગલનું નામ લખાવીને ગાડીમાં ખોટી વસ્તુની હેરાફેરી કરતા હોય છે. તો આ વસ્તુ ન થવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*