દરેક વ્યક્તિના મનમાં શંકા હોય છે કે, મંગળવાર અને શનિવારે વાળ કપાવવા જોઈએ કે નહીં. એવી ઘણી બાબતો છે જે લોકો માને છે અને અનુસરે છે. કારણ કે, દરેક વ્યક્તિની પોતાની શ્રદ્ધા પ્રમાણે માન્યતાઓ હોય છે. જો તેઓ આ માન્યતા પાછળનું કારણ જાણતા ન હોય તો પણ, તેઓ ફક્ત તેમની શ્રદ્ધા ખાતર આ માન્યતા ધરાવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર મોરારી બાપુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમને તમારા સવાલનો જવાબ પણ મળી જશે.
પરમ પૂજ્ય મોરારી બાપુને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે, શું મંગળવાર અને શનિવારે વાળ કાપવા જોઈએ? મોરારી બાપુએ આ પ્રશ્નનો ખૂબ જ સચોટ જવાબ આપ્યો છે. આ જવાબ સાંભળ્યા પછી તમે પણ મોરારીબાપુ સાથે 100% સહમત થશો. ચાલો તમને આજે મોરારી બાપુ વિશે જણાવીએ, બાપુએ વાળ કાપવા વિશે શું કહ્યું હતું. આ પ્રશ્ન અનેક લોકોના મનમાં ઘણી વખત આવ્યો હશે.
આ પ્રશ્ન વાંચીને મોરારી બાપુ બોલ્યા, કપાઈ! આટલી નાની વાતથી કેમ ડરો છો, મંગળવાર અને શનિવારના હશે કાંઈ કારણ! આ બધું જૂનું છે. જો તમને મનમાં બીકમાં હોય તો ન કરાઈ. આ તો તમારા મનની વાત છે. તમે મને પૂછશો તો હું તો હા જ પાડીશ, હું તમારી શ્રદ્ધા પર પ્રહાર નથી કરતો. તમને બીક રહે કે શનિવારે વાળ કપાવાથી માથું દૂઃખે છે, ઈશ્વરને તમે એટલો હળવો માનો છો કે એ તમારા વાળ અને દાઢીમાં નજર નાંખે, આ જગતમાં ઈશ્વર જેવું કૃપાળુ કોઈ નથી.