હાલમાં ગુજરાતના મહેસાણામાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. મહેસાણાના અર્બન બેંકના ડાયરેક્ટર અને રણેલા કોલેજના મુખ્ય ટ્રસ્ટી કિરીટભાઈ બી પટેલે પોતાની કોલેજની હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે ખળભળાટ મચી ગઈ હતી. ઘટના સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.
આ સુસાઇડ નોટ કિરીટભાઈએ લખ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાંચ વ્યક્તિઓએ તેમની સાથે 2 કરોડ 40 લાખ રૂપિયાની ચીટીંગ કરીને તેમને મળવા માટે મજબૂર કર્યા છે. આ ઉપરાંત કિરીટભાઈની સુસાઇડ નોટમાં પોલીસે એફઆઇઆર ન નોંધે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સાથે લખ્યું છે કે જો આરોપીઓની ધરપકડ થશે તો મને સાચી શ્રદ્ધાંજલિ મળશે. હાલમાં તો પોલીસે પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો બેચરાજી તાલુકાના રણેલા ગામના વતની અને માજી ધારાસભ્યના દીકરા કિરીટભાઈ લાલાભાઇ પટેલની ગામમાં સરસ્વતી મહિલા બી.એડ કોલેજ આવેલી છે.
આ કોલેજના હોસ્ટેલના એક રૂમમાં કિરીટભાઈ રહેતા હતા. જ્યારે કિરીટભાઈની પત્ની અને તેમનો પુત્ર સહિતનો પરિવાર મહેસાણા ખાતે રહે છે. ગઈકાલે સવારે હોસ્ટેલના રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં કિરીટભાઈનું મૃતદેહ મળી આવ્યું હતું આ ઉપરાંત તેમના ખિસ્સામાંથી ચાર પેજની સુસાઇડ નોટ પણ મળી આવી હતી.
કિરીટભાઈના ખિસ્સામાંથી મળી આવેલી સુસાઇડ નોટમાં તેમને, નિલેશ ત્રિવેદી, હરિશ ગુપ્તા, અભિષેક વિનોદકુમાર શુક્લા, કૃપાબેન અભિષેક શુક્લા અને અમીબેન જોશી દ્વારા તેમની સાથે 2 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયાની ચીટીંગ કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ચીટીંગના કારણે તેઓ મજબૂરીમાં સુસાઇડ કરી રહ્યા છે તેઓ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. વધુમાં લખવામાં આવ્યું છે કે ભગવાન મારા ગયા પછી મને ન્યાય અપાવજો.
આવા ચીટરો મારી જેમ હિન્દુસ્તાનમાં બીજા સાથે ચીટિંગ ન કરે તે માટે વિનંતી. આ ઉપરાંત સુસાઇડ લોટમાં લખવામાં આવ્યું હતું કે મારી સાથે ચેટિંગ કરનાર લોકોની ધરપકડ થાશે ત્યારે જ મને સાચી શ્રદ્ધાંજલિ મળશે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટ ના આધારે પાંચેય લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment