ભરવાડ સમાજ બનાવશે વર્લ્ડ રેકોર્ડ..! ભરવાડ સમાજ દ્વારા આયોજિત અનેરા સમૂહ લગ્નમાં એક સાથે 3001 દીકરીઓના લગ્ન થશે… કરિયાવરમાં દીકરીઓને 251 જેટલી…

હાલમાં સમગ્ર દેશભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે. લગ્નની સીઝન દરમિયાન તમે ઘણા બધા સમૂહ લગ્ન જોયા હશે. ત્યારે 30, 31 જાન્યુઆરીના રોજ ભરવાડ સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભરવાડ સમાજ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ચાર રાજ્યો મળીને કુલ 3001 દીકરીઓના લગ્ન કરાવશે.

આ સાથે ભરવાડ સમાજ ગોળ રેકોર્ડ પણ બનાવશે. મિત્રો તમને જણાવી દઈએ કે આ સમૂહ લગ્ન ભરવાડ સમાજની ગુરુગાદી થરા ખાતે 850 વીઘામાં થશે. આટલા મોટા ભવ્ય સમૂહ લગ્નમાં 400 વીઘામાં તો પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે. 2000 જેટલા સ્વયંસેવકો આ સમૂહ લગ્નમાં સેવા આપવા માટે આવવાના છે.

સમૂહ લગ્નને લઈને ભરવાડ સમાજના આગેવાન રાજુભાઈ જુંજાએ વાતચીત કરતા જણાવ્યું કે, ગુરુ ગાદી થરા ખાતે આવેલા ઐતિહાસિક સ્વયંભૂ મહાદેવની પૂન: પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેના ભાગરૂપે શ્રીમદ ભાગવત ગીતાનું પણ આયોજન કરાયું છે. સમૂહ લગ્નની વાત કરીએ તો દીકરીઓને લગ્ન કરિયાવરમાં 251 વસ્તુઓ આપવામાં આવશે.

મિત્રો તમને જણાવી દઈએ કે લગ્ન સ્થળ થી ત્રણ કિલોમીટર દૂર પાર્કિંગ રાખવામાં આવ્યું છે. પાર્કિંગથી લગ્ન સ્થળે મહેમાનોને આવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે 60 જેટલી લક્ઝરી 200 મૂકવામાં આવી છે. આ ઉપરાંત 200 વીઘામાં ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે.

અંદાજિત આ સમૂહ લગ્નમાં 15 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહી શકે તેવી સંભાવનાઓ છે. આ બધા લોકો માટે પ્રસાદીની વ્યવસ્થા કરાય છે અને વરસાદ ઘરમાં બગદાણા થી સ્વયંસેવકો અહીં જોડાયા છે. આ ઐતિહાસિક સમુહ લગ્નનું નામ જાજરમાન રાખવામાં આવ્યું છે.

સમૂહ લગ્નનું વર્લ્ડ ગિનિસ બુકમાં નોમિનેશન કરવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે ગુરુગાદી થરાના મહંત 1008 ઘનશ્યામપુરી બાપુ, ગુરુ શિવપુરી બાપુના માર્ગદર્શન હેઠળ આ સમૂહ લગ્નનું આયોજન થશે. હાલમાં તો આ સમૂહ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*