સુરત શહેરના કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયાને એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનીલ ગોયાણીએ ધારદાર વસ્તુ વડે જીવ લઇ લીધો હતો. ત્યારબાદ ધારદાર વસ્તુ વડે પોતાના હાથ પર પ્રહાર કરીને ઝેરી દવા પીવાનું નાટક કરી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
જે આરોપી સામે કોર્ટ દ્વારા દલીલો કરવામાં આવી રહી હતી. જેમાં કોર્ટ આરોપી ફેનિલને ફાંસીની સજા આપી હતી. ત્યારે ભાઈએ પોતાની બહેન ગ્રીષ્માની યાદમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, અને તેમા લખ્યું છે કે આરોપીને ફાંસીની સજા થઈ એ એક જ વાર મળશે.
પરંતુ પુત્રીની યાદમાં પરિવારજનો રોજ આંસુ સુકાશે નહી. ગ્રીષ્માનાં ભાઈએ ધ્રુવ વેકરીયા એ સોશિયલ મીડિયા પર ગ્રીષ્માની યાદમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં ‘તેરી લાડકી મે’ગીત પર ભાઈ, માતા-પિતાની તસ્વીરો સાથે એક વીડિયો શેર કર્યો છે જે જોઈને સૌ કોઈની આંખમાં આંસુ આવી જાય.
જ્યારે આ ઘટના બની હતી તે દિવસે ફેનીલ ગ્રીષ્માનો જીવ લેવા પહોંચ્યો હતો ત્યારે ધ્રુવ પોતાની બહેનને બચાવવા માટે પણ ગયો હતો. પરંતુ ફેનિલે તેને પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. તેથી તે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો ત્યારબાદ ભાઇના હાથે બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
એ દર્દ ભર્યા દ્રશ્ય જોઈને સૌ કોઈ લોકો રડી ઊઠે એવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે કોર્ટ દ્વારા ભાઈની જુબાની પણ લેવામાં આવી હતી ત્યારબાદ સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમક્ષ હતી અને ત્યારબાદમાં સમગ્ર ચિત્ર નાના ભાઈ એ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું.
દીકરી ગ્રીષ્માની નાની બહેને તેની બહેનની યાદમાં એક વિડીયો બનાવ્યો અને તેમાં લખ્યું કે, “મિસ યુ ગ્રીષ્મા દીદી”… pic.twitter.com/s42WTSv7Mw
— GUJJU ROCKZ (@gujju_rockz) May 6, 2022
ત્યારે આ ઘટનાને યાદ કરતા ભાઇનું દિલ ભરાઈ ગયું. ત્યારે ભાઈએ તેની બેન ને યાદ કરતા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે જે જોઈને સૌ કોઈ રુદન ભરી આંખે રડી ઉઠશો. હવે ફેનીલને ક્યારે ફાંસી આપવામાં આવશે તેને લઈને જનતા રાહ જોઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment