શંકરસિંહ વાઘેલાએ ચીન મામલે પ્રધાનમંત્રી મોદી અને ડ્રેગન ફૂટ નું નામ બદલનાર વિજય રૂપાણી ને તેમના અંદાજમાં ઝાટકયા, કહ્યુ કે…

Published on: 3:58 pm, Wed, 20 January 21

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ પ્રધાનમંત્રી મોદીની ચીન સામે પાપડ પહેલવાન ગણાવ્યા છે. ડ્રેગન ફ્રુટ નું નામ બદલનાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પણ પોતાના અંદાજમાં ઝાટકયા છે. શંકરસિંહે ટ્વિટ કરીને જણાવ્યું કે.

ચાઇના અરુણાચલ માં સરહદ દબાવી રહ્યું છે.ત્યારે તેની સામે કડક કાર્યવાહી કરવાના બદલે મોદી ચાઇના એપ ઉપર પ્રતિબંધ અને ડ્રેગન ફ્રુટ ના નામ બદલી સંતોષ માની રહ્યા છે. તેઓએ મોદીને પાપડતોડ પહેલવાન ગણાવી કટાક્ષ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે હવે ડ્રેગન ફ્રુટ નું નામ બદલીને કમલમ રાખવાનો નિર્ણય કર્યો છે. ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે અને કહ્યું કે ડ્રેગન ફ્રુટ એવું નામ શોભતું નથી.

આ ફળ મૂળ ચીનનું નથી પરંતુ આપણે ત્યાં ઘણા વર્ષોથી ઉગે છે.કેક્ટસ જેવા છોડ ઉપર ઉગતા આ ફળનો રયવનપ્રશ અને અન્ય ઔષધિય આમાં પણ ઉપયોગ થાય છે જેથી અમે તેનું નવું સંસ્કૃત નામ કમલમ આપ્યું છે.

આ નામ માટે ની પેટન્ટ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે અને બીજી તરફ અરુણાચલ માંચીને ગામ વસાવ્યું હોવા ની સેટેલાઈટ તસવીરો વાયરલ થયા બાદ શંકરસિંહ વાઘેલાની આ મહત્વપૂર્ણ પ્રતિક્રિયાઓ સામે આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શંકરસિંહ વાઘેલાએ ચીન મામલે પ્રધાનમંત્રી મોદી અને ડ્રેગન ફૂટ નું નામ બદલનાર વિજય રૂપાણી ને તેમના અંદાજમાં ઝાટકયા, કહ્યુ કે…"

Leave a comment

Your email address will not be published.


*