શંકરસિંહ વાઘેલા એ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નું ખોલ્યું એક અંગત રહસ્ય.

360

ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે અને તેઓ કોંગ્રેસના પીઠ નેતા તેમજ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી માધવસિંહ સોલંકીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ.એક દિવસ માટે શોક ની જાહેરાત કરી છે.

અને પ્રધાનમંત્રી મોદી થી લઈને રાહુલ ગાંધી એ ટવીટર પર શોક સંદેશ પાઠવ્યો છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ માધવસિંહ સોલંકીને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે.શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિશે નિવેદન આપતા જણાવ્યું કે.

તેઓએ લગભગ એક સદી નો ઇતિહાસ રચ્યો છે. માધવસિંહ સોલંકીનું નામ ગુજરાતના વિકાસમાં પાયો ગણાવી શકાય તેમ છે.એક જમાનામાં પત્રકાર રહેલા અને વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા માધવસિંહ સોલંકી.તેમના ઘરની અંદર એક વૈભવી લાઈબેરી ધરાવતા હતા.

તેઓ વાંચવાના ખૂબ શોખીન હતા. માધવસિંહ સોલંકી મિત્ર વર્તુળ અને પુસ્તકોથી હંમેશા ઘેરાયેલા રહેતા હતા પરંતુ હવે આપણી વચ્ચે નથી.તેનું આપણને સખત દુઃખ છે.શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, તેઓ આટલી ઉંમરે પણ નિયમિત રીતે.

વહેલી સવારે ઉઠી જતા હતા. એટલું જ નહીં નિત્યક્રમ મુજબ તેઓ પોતાના ઘરમાં કામ પણ કરતા હતા.સવારે ચાર-પાંચ વાગે ઉઠી જવાના નિત્યક્રમ ને કારણે વહેલા પરવારી તેઓ વાંચનની પ્રવૃત્તિ કરતા હતા. તેઓ નિયમિત રીતે ત્રણ ચાર કલાક નું વાંચન કરતાં હતાં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!