છેલ્લા કેટલાક દિવસ થી અનેક રાજ્યના ખેડૂતો કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં વિપક્ષ ખેડૂતોના સમર્થનમાં ઉતર્યું છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકારની સામે બાંયો ચડાવી છે. ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકારને મનઘડત નિર્ણય નહીં લેવા દઈએ અને ખેડૂતોને તેમનો હક મળે તે માટે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ભાજપ સરકાર સામે બાંયો ખેંચી છે.
અને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ એવી જાહેરાત કરી છે કે, 26 મી ડિસેમ્બરે ગાંધી આશ્રમથી ખેડૂત અધિકાર યાત્રાનો પ્રારંભ થશે.હા ખેડૂત અધિકાર યાત્રા દિલ્હી રાજઘાટ છે જ્યાં તેઓ અચોક્કસ મુદત સુધી ઉપવાસ પર ઉતરશે. શંકરસિંહ વાઘેલા એવો પણ આક્ષેપ કર્યો છે.
કે લોકસભા અને રાજ્યસભામાં માત્ર વોઇસ વોટ થી કૃષિ બિલ પાસ કરાયું છે અને માત્ર રાષ્ટ્રપતિની સહી થી કાયદાનું સ્વરૂપ અપાયું છે. મોદી સરકાર આજે અંબાણી અને અદાણી દાનત માં આવી છે.
સરકારની દાનત મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવાની છે પછી ભલે ખેડૂતો લૂંટાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment