કૃષિ કાયદાની વિરુદ્ધમાં ગુજરાત થી દિલ્હી જતા શંકરસિંહ વાઘેલાને કરાયા નજરકેદ,જાણો કોણે આપ્યું આ નિવેદન

Published on: 9:32 pm, Thu, 7 January 21

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આજરોજ જનશક્તિ પાર્ટીના સર્વે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આંદોલન માં જવા માટે નીકળ્યા હતા પરંતુ તેમને દિલ્હી આંદોલનમાં જતા રોકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

હિંમતનગર ખાતે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કરી બીજા જલિયાવાલા હત્યાકાંડ ની સંભાવના વ્યક્ત કરી છે અને શંકરસિંહે આરોપ પણ લગાવ્યો હતો કે તેને નજરકેદ કરવામાં આવ્યા છે.

શંકરસિંહ વાઘેલાએ અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ થી દિલ્હીનાં રાજઘાટ સુધી ખેડૂત અધિકાર યાત્રા યોજીને અનશન પર બેસવાની જાહેરાત કરી હતી.દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કિસાન આંદોલનને સમર્થન આપવા

શંકરસિંહ વાઘેલાએ આજરોજ રાજસ્થાન રતનપુર બોડર થી 100 જેટલા સ્વયંસેવકોની દિલ્હી ખાતે મોકલવામાં આવ્યા હતા.ઓકે ગુજરાત સરકારે શંકરસિંહ નજરકેદ કર્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો અને આ દરમિયાન ખેડૂતો અને તેમની પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરીને.

વાઘેલાની અધિકાર યાત્રા રોકવાનો સરકારે પ્રયાસ કર્યો હોવાનું તેમણે આરોપ લગાવ્યો છે. રાજસ્થાન જતા ખેડૂતો અને કાર્યકર્તાઓને ગુજરાત સરકારના આદેશ પર પોલીસે પકડી લીધા હતા, જેથી તેઓ રાજસ્થાન પહોંચી શક્યા ન હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કૃષિ કાયદાની વિરુદ્ધમાં ગુજરાત થી દિલ્હી જતા શંકરસિંહ વાઘેલાને કરાયા નજરકેદ,જાણો કોણે આપ્યું આ નિવેદન"

Leave a comment

Your email address will not be published.


*