કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશજી તા 4 એપ્રિલે ગુજરાતમાં બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે.
રાકેશ ટીકૈત બારડોલી અને પાલનપુરમાં આયોજિત બે ખેડૂત સંમેલનને સંબોધશે. અમદાવાદની મુલાકાતે આવેલા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધ પોલીસે પત્રકાર પરિષદ સ્થળે જ અટકાયત કરી હતી.
કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન ના ખેડૂત નેતા યુધવિર સિંહ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને આમંત્રણને માન આપી અમદાવાદ આવ્યા હતા.
અને પત્રકાર પરિષદને સંબોધતા યુદ્ધ વીરસિંહ કૃષિ કાયદો ખેડૂતો માટે નુકસાનકારક છે તેવું જણાવ્યું હતું અને આ ઉપરાંત બીજ, બિયાન, ખાતર બનાવતી કંપનીઓ પર સરકારનું કોઇ નિયંત્રણ નથી.
5 એપ્રિલે સવારે આઠ વાગ્યાના સમયે રાકેશ ટીકૈત ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ કરમસદ જશે. બારડોલીમાં રાકેશજી ખેડૂત સંમેલનને સંબોધન કરશે.
અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આગેવાન યુદ્ધ વીરસિંહની અટકાયત ને વિરોધ કરતાં કહ્યું કે, પોલીસ ભાજપના કાર્યકર્તા ની જેમ વર્તી રહી છે.
પણ સત્તા તો આજે છે ને કાલે નથી. ગુજરાતમાં ખેડૂત આંદોલનના ભણકારા ને પગલે ભાજપ સરકાર ચિંતિત બની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment