બગડ ગામના અનુસૂચિત સમાજના યુવા આગેવાન પર સાત યુવકો તૂટી પડ્યા, યુવાનનું સારવાર દરમિયાન કરુણ મોત… બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી….

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહે છે. ત્યારે આજે આપણે થોડાક દિવસ પહેલા બનેલી એક જીવ લેવાની ઘટના વિશે વાત કરવાના છીએ. વિગતવાર વાત કરીએ તો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ બગડ ગામે 6 સપ્ટેમ્બર ના રોજ બગડથી રાણપુર જતા રોડ પર આવેલ અક્ષરવાડી પાસે રાજેશભાઈ મકવાણા નામના યુવક ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા.

આ કારણોસર રાજેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને પ્રથમ સારવાર માટે બોટાદ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સાત જેટલા આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

રાજેશભાઈ મકવાણા ના મોતના સમાચાર મળતા જ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. રાજેશભાઈના પરિવારમાં તેમની પત્ની તેમના, પિતા અને બે દીકરાઓ છે. રાજેશભાઈનું મોત થતાં જ બે દીકરાએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. આ ઉપરાંત પરિવારજનોએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે અને ઉપરાંત બોટાદ એસપીની બદલી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

ઉપરાંત પરિવારજનો એ કીધું છે કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બોડીને સ્વીકારશું નહીં. રાજેશભાઈનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે આશરે ચાર વર્ષ પહેલા અનુસૂચિત સમાજના આગેવાન એવા મનજીભાઈ સોલંકી ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા.

જેમાં મનજીભાઈ સોલંકી નું મોત થયું હતું. જેમાં રાજેશભાઈ મકવાણા સાક્ષી પંચ તરીકે હતા. જેની દાજ રાખીને રાજેશભાઈ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા તેવું કહેવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસે કુલ સાત આરોપીઓ માંથી ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે અને બાકીના ની શોધ ખોળ શરૂ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*