આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં ટ્રાફિક વિભાગના કર્મચારીઓ પોતાની જવાબદારી નિભાવતા નથી. હાલમાં આવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે ટ્રાફિક વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક વિભાગમાં ટ્રાફિક વોર્ડનની ભરતી કરી વિવિધ સ્થળોએ ટ્રાફિક નિયમન માટે જવાબદારી આપવામાં આવે છે.
પરંતુ આ ટ્રાફિક વોર્ડન ની મુખ્ય જવાબદારી ભૂલી કેટલાક વોર્ડન કટકી કરતા હોય છે. જે વોર્ડનના કારણે તમામ વોર્ડનની બદનામી થતી હોય છે. રાજકોટમાં જ કંઈક આવી કટકી બાજુ વોર્ડન નો વિડીયો વાયરલ થયો હતો. જેમાં ટ્રાફિક વોર્ડન પહોંચ આપ્યા વગર 2,000 રૂપિયાની વાત કરી 200 રૂપિયામાં પતાવટ કરતો જોવા મળી રહ્યો છે.
રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક વોર્ડનએ 2000 રૂપિયા દંડનું કહીને 200 રૂપિયામાં સેટિંગ કર્યું છે. તેવુ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે, રાજ્યમાં ટ્રાફિક વોર્ડનના ઉઘરાણા ના વિડીયો દિવસેને દિવસે વધુ વાયરલ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનરે ટ્રાફિક વોર્ડન પર ઉઘરાણા કરવા પર રોક લગાવવાની જરૂર છે.
જે વીડિયોમાં ટ્રાફિક વોર્ડન બાઈક ચાલકને કહી રહ્યો છે કે 2000 રૂપિયા દંડ છે. 300 આપો ચાલો ત્યારે વાહન ચાલક કહે છે કે 200 રૂપિયા છે. ત્યારે ટ્રાફિક વોર્ડન કહે છે કે બંનેનું રહે તેમ કંઈક કરો ત્યારે વાહન ચાલક 200 રૂપિયા આપે છે અને ટ્રાફિક વોર્ડન તેને જવા દે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment