ધાનેરા-ડીસા હાઈવે પર ટેન્કર અને વોલ્વોબસ વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, ટેન્કર ચાલકનું મૃત્યુ…

ગુજરાત રાજ્યમાંના થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ધાનેરા-ડીસા હાઈવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. બધી માહિતી અનુસાર આ ઘટના ધાનેરા-ડીસા હાઈવે પર રમુણ ગામ પાસે ગુરૂવારના રોજ મોડી સાંજે બની હતી.

અહીં વોલ્વોબસ અને દૂધના ટેન્કર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેકટર ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મહેશભાઈ મશરૂભાઈ વણકર પોતાનું GJ 02 ZD 1809 નંબર નું ટેન્કર લઈને રાજસ્થાન થી બનાસડેરી નું દૂધ ભરીને પાલનપુર તરફ આવી રહ્યા હતા.

ત્યારે મોડી રાત્રે રમુણ ગામના પાટિયા પાસે વોલ્વોબસ સાથે ટેન્કરની જબરદસ્ત ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, ટેન્કરનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો હતો.

આ ઘટનામાં તેતર ચાલકનું મૃત્યુ થઈ ગયું હતું. ઉપરાંત બસમાં સવાર બસ ડ્રાઇવર તથા કંડક્ટર અને અન્ય બે મુસાફરોને ઈજા પહોંચી હતી. તેઓને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. જ્યારે ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી છે. અકસ્માત કોની ભૂલના કારણે થયો છે. તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*