ગોધરા હાઇવે પર ખાનગી બસ અને બાઈક વચ્ચે ટક્કર થતાં સર્જાયેલી ગંભીર અકસ્માત – માતા, પિતા અને પુત્રીનું કરુણ મૃત્યુ…

Published on: 10:04 am, Fri, 4 February 22

પંચમહાલ જિલ્લામાં ગોધરા દાહોદ હાઈવે પર બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં માતા, પિતા અને પુત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ લક્ઝરી બસ અને બાઈક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બે બાળકોનો આબાદ બચાવ થયો છે. આ બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઇન્દોર થી અમદાવાદ તરફ જતી ખાનગી બસ સાથે બાઈકની જબરદસ્ત ટક્કર થઈ હતી.

બાઈક પર સવાર પરિવાર લગ્ન પ્રસંગમાં જઇ રહ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટના બન્યા બાદ પોલીસે ઈજાગ્રસ્ત બાળકો અંગે તેમના પરિવારજનોને જાણ કરી દીધી હતી. ઉપરાંત મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ગોધરા તાલુકાના સાકલી ગામના પરિવારને ગોધરા દાહોદ હાઇવે પર અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર માતા-પિતા તેના ત્રણ સંતાનો સાથે બાઈક પર લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા.

ત્યારે એક ખાનગી બસ સાથે તેમની બાઈક ની જબરદસ્ત ટક્કર થઈ હતી. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મૃત્યુ થયા છે. અકસ્માતમાં માતા, પિતા અને પુત્રીનું મૃત્યુ થયું છે. અકસ્માત બન્યો ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગોધરા હાઇવે પર ખાનગી બસ અને બાઈક વચ્ચે ટક્કર થતાં સર્જાયેલી ગંભીર અકસ્માત – માતા, પિતા અને પુત્રીનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*