દૂધના ટેન્કર અને બોલેરો વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 1 વ્યક્તિનું કરુણ મૃત્યુ, 10 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 10:21 am, Thu, 26 May 22

હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં દૂધના ટેન્કર અને બોલેરો કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી જઈ આવ્યા હતા.

અકસ્માતની ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને અકસ્માતના પગલે હાઈવે પર થયેલા ટ્રાફિક જામને ખુલ્લું કર્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના બાડમેર કુશલ વાટીકા પાસે બની હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માત સ્પીડ બ્રેકરના કારણે થયો છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર બાડમેર તરફ આવી રહેલું દૂધનું ટેન્કર રોંગ સાઈડમાં જય રહ્યું હતું. આ દરમિયાન સામેથી આવતા બોલેરો કાર સાથે ટેન્કરની જબરદસ્ત ટક્કર થઈ હતી. આ અકસ્માતની ઘટનામાં બોલેરો ગાડી ઘરના આગળના ભાગમાં ઘુસી ગઈ હતી.

આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં બોલેરો કારમાં સવાર એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે અને અન્ય તરફ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, ટેન્કર સ્પીડ બ્રેકર પર બેકાબૂ થઈ ગયું હતું. આ કારણોસર પ્રિયંકા સામેથી આવતા બોલેરો ગાડી સાથે અથડાયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટેન્કર ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દૂધના ટેન્કર અને બોલેરો વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 1 વ્યક્તિનું કરુણ મૃત્યુ, 10 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*