ભાવનગરના નવાબંદર રોડ પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 11:47 am, Wed, 1 June 22

ભાવનગર શહેરની નજીક બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટના આજરોજ વહેલી સવારે નવાબંદર રોડ પર બની હતી. અહીં સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા.

મળતી માહિતી અનુસાર કારમાં સવાર ચાર લોકો નવાબંદરથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક સાથે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના બનતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર નવાબંદર રોડ પર આજરોજ વહેલી સવારે GJ 04 CJ 1922 નંબરની કાર અને GJ 03 AZ 6153 નંબરના ટ્રક વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નિપજયા હતા.

મળતી માહિતી અનુસાર ઘટનાની માહિતી મળતા 108ની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ સમગ્ર પંથકમાં માતમ છવાઇ ગયો હતો.

અકસ્માતની જાણ મૃતકોના પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં 24 વર્ષીય ધર્મેશભાઈ ભાનુભાઈ ચૌહાણ, 24 વર્ષીય હરેશભાઈ જેન્તીભાઈ રાઠોડ, 23 વર્ષીય ધર્મેશભાઈ ભુપતભાઈ પરમાર અને 20 વર્ષીય રાહુલ ચંદુભાઇ રાઠોડનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત બન્યો ત્યારે ઘટનાસ્થળે હાજર લોકો અકસ્માત દ્રશ્ય જોઈને સમજી ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં કારનો ભાંગીને ભૂકો થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે ખાલી ટ્રક નવાબંદર કોલસા ભરવા માટે જઈ રહ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગરના નવાબંદર રોડ પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*