હિંગોળગઢ પાસે બાઈક અને પીકઅપ વાન વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, બે યુવકોના મૃત્યુ…

રાજકોટ જિલ્લામાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર પીકઅપ અને બાઈક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બન્યા બાદ પીકઅપ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વિછીયાના ઝેરડા ગા મેરે તો રાહુલ પોતાની બાઇક લઇને તેના બે મિત્રો સાથે વિછીયા તરફ જઈ રહ્યો હતો.

વિંછીયાના જનડા ગામે રહેતું રાહુલ હરજીભાઈ બાવળીયા, પોતાની GJ 03 KM 7785 નંબરની બાઈક લઈને પોતાના બે મિત્રો સાથે ત્રિપલ સવારીમાં હિંગોળગઢ થી વિંછીયા તરફ જઈ રહ્યા હતા.

ત્યારે હિંગોળગઢ ગામ પાસે આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે GJ 03 AW 6416 નંબરના બેકાબૂ પીકઅપ ચાલકે રાહુલની બાઈકની જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં રાહુલ, રણજીત અને વિકાસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 

આ ઘટનામાં બાઇક પર રણજીત નામના મિત્રને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત રાહુલ અને વિકાસ નામના મિત્ર અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ત્રણેય મિત્રો ને સારવાર માટે 108 ની મદદ થી વિછીયા ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં રણજીત ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉપરાંત અન્ય બે મિત્ર વિકાસ અને રાહુલને વધુ સારવાર માટે ત્યાંથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્યાં સારવાર દરમિયાન વિકાસનો પણ મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*