Two dhajas at once in the temple of Dwarkadhish: ભયંકર વાવાઝોડું બિપોરજોય પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના કચ્છના દરિયાકાંઠે વર્તાવા લાગી છે. વાવાઝોડાના પગલે ગુજરાત સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ છે, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર. એફ ની ટીમો તૈનાત કરાય છે. બિપોરજોય વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે આજે ભગવાન દ્વારકાધીશના(temple of Dwarkadhish) જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે.
વાવાઝોડાને પગલે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી છે. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઈ નહોતી, જેથી હાલ એક સાથે બે ધજા ફરકાવવામાં આવી છે. બે ધજા સાથે ફરકાવવામાં આવી છે, બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પર થી સંકટ ટળી જશે. એવી લોકમાન્યતા છે કે જેથી આ મંદિર એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી. બે ધજા સાથે ચડવાથી દ્વારકા પરનુ સંકટ ટળી જતું હોવાની લોકમાન્યતા છે. ગઈકાલે ભારે પવનના કારણે દ્વારકાધીશ મંદિર પર બાવન ગજની ધજા અડધી પાટલીએ ચડાવાઈ હતી. દ્વારકા જગતમંદિરના શિખર પર વર્ષોથી અબોટી બ્રાહ્મણો દ્વારા દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે.
View this post on Instagram
ઠંડી હોય કે ગરમી હોય કે ભારે વરસાદ હોય ત્યારે અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનું ક્યારેય ચૂકતા નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી, તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનું ચૂકતા નથી. તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે, આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે.
દ્વારકાધીશ મંદિર પર બાવન ગજની જ ધજા ફરકાવામાં આવે છે, જેની પાછળ અનેક માન્યતાઓ છે. જેમાં દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવનું શાસન હતું, એ સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ અલગ ધ્વજ લગાવતા હતા. જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોના પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર બાવન ગજની ધજા ફરકાવવામાં આવે છે. ઉપરાંત 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે.
52 ગજની ધજા ચડાવાય છે, આમ અનેક માન્યતાઓ પ્રચલિત છે. દ્વારકાધીશ ની મંગલા આરતી સવારે 7:30 વાગે, શૃંગાર સવારે 10:30 વાગે, ત્યારબાદ સવારે 11:30 વાગે તથા સાંજની આરતી 7.45 વાગે અને શયન આરતી 8:30 વાગે થાય છે. આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે, મંદિરની પૂજા આરતી ગુગળી બ્રાહ્મણ કરાવે છે. ત્યારબાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા ચડાવવામાં આવે છે, નોંધનીય છે કે નવી ધજા ચડાવ્યા બાદ જૂની ધજા પર અબોટી બ્રાહ્મણોનો જવાબદાર છે અને તે કપડાથી ભગવાનના વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment