તમે બધા ખજૂર ભાઈ ને તો જરૂર ઓળખતા હશો. ખજૂરભાઈ અત્યાર સુધીમાં ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તેમના દુઃખ દૂર કર્યા છે. મળતી માહિતી મુજબ ખજૂર ભાઈ છેલ્લા બે વર્ષથી પોતાના ખિસ્સાના બે કરોડ રૂપિયા વાપરીને હજારો ગરીબો લોકોની મદદ કરી છે. અત્યાર સુધીમાં ખજૂરભાઈ 200 કરતાં પણ વધારે લોકોને નવા ઘર બનાવી આપ્યા છે.
ખજૂરભાઈ દિવસ રાત જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. જ્યારે ગુજરાત રાજ્યમાં વાવાઝોડું આવ્યું ત્યારે અનેક લોકોના ઘર આ વાવાઝોડામાં તૂટી પડ્યા હતા. ત્યારબાદ ખજૂરભાઈ આ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. ત્યાર પછી તો ખજૂરભાઈ ઘણા બધા લોકોને ઘર બનાવી દીધા છે. ત્યારે હાલમાં ખજૂર ભાઈ બે ભાઈઓની એવી મદદ કરી કે સાંભળીને તમે પણ ખજૂર ભાઈ ને સલામ કરશો.
હાલમાં ખજૂરભાઈ માંડવી તાલુકાનું જૂનું કાકરાપાર ગામમાં એક પરિવારની મદદ કરવા માટે પહોંચ્યા હતા. આ પરિવારમાં 14 વર્ષનો એક અવિ ચૌધરી નામનો દીકરો અને 12 વર્ષનો જય ચૌધરી નામનો તેનો નાનો ભાઈ રહે છે. આ બંને ભાઈઓને રામ લક્ષ્મણ ની જોડી માનવામાં આવે છે. 14 વર્ષનો અવી તેના નાના ભાઈનું ખૂબ જ ધ્યાન રાખે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ બંને ભાઈ એકલા રહે છે.
જ્યારે બંને ભાઈ નાના હતા ત્યારે તેમના માતા પિતાના મૃત્યુ થયા હતા. માતા-પિતાના મૃત્યુ બાદ ઘરની બધી જવાબદારી મોટાભાઈ અવિ ઉપર આવી ગઈ હતી. હાલમાં તે ધોરણ નવમાં અભ્યાસ કરે છે અને તેનો નાનો ભાઈ ધોરણ છ માં અભ્યાસ કરે છે. અવી પોતાના નાના ભાઈનું ખૂબ જ ધ્યાન રાખે છે.
તે તેને સ્કૂલે લેવા મૂકવા જાય છે. બંને ટાઈમ જાતે જમવાનું બનાવીને પોતાના ભાઈને જમાડે છે. હાલમાં ખજૂર ભાઈ આ બંને ભાઈઓની મદદ કરવા માટે તેમની પાસે પહોંચ્યા હતા. અવી હાલમાં તો ઘરનું બધું કામ કરીને તેના નાના ભાઈનું ધ્યાન રાખી રહ્યો હતો. અવીએ માત્ર 14 વર્ષની ઉંમરે જીવનમાં ઘણા બધા સંઘર્ષ કર્યા છે. આ બંને ભાઈઓ એકલા રહીને પોતાનું જીવન પ્રસાર કરે છે.
તેથી આ બંને ભાઈ સારું જીવન જીવે તે માટે ખજૂર ભાઈ તેમને એક નવું ઘર બનાવી આપશે અને તેમને રસોઈ માટે તકલીફ ન પડે તેની પણ વ્યવસ્થા કરી આપશે. એટલું જ નહીં પરંતુ ખજૂર ભાઈ બંને ભાઈઓની ભણવાની તમામ જવાબદારી પોતાના ખંભે લઈ લીધી છે. મિત્રો ખજૂર ભાઈના આ કાર્યને એક સલામ જરૂર કરજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment