મિત્રો તમે કમાનું નામ તો જરૂર સાંભળ્યું હશે. હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર કમો જ છવાઈ ગયો છે. કમો હવે એક ગુજરાતનો સેલિબ્રિટી બની ગયો છે અને દેશ-વિદેશમાં પણ તે જાણીતો બની ગયો છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં કમાના ડાન્સના ઘણા બધા વિડીયો જોયા હશે. મિત્રો હવે તો એવું થઈ ગયું છે કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ડાયરો હોય ત્યાં કમાની હાજરી ફરજિયાત હોય છે.
તમને બધાને ખબર હશે કે કિર્તીદાન ગઢવી ના ડાયરામાં જ્યારે કિર્તીદાન ગઢવી “રસીયો રૂપાળો રંગરેલીયો…” ગીત ગાય છે. ત્યારે ત્યાં હાજર કમો પોતાની જાતને ડાન્સ કરવાથી રોકી શકતો નથી અને કિર્તીદાન ગઢવીના ગીત પર એક અનોખા અંદાજમાં ડાન્સ કરવા લાગે છે. મિત્રો ત્યાર પછી તો કમાના ભાગ્ય જ ખુલી ગયા.
પછી તો કમો કિર્તીદાન ગઢવીના તમામ ડાયરામાં હાજરી આપવા લાગ્યો અને કમો રાતો રાત સેલિબ્રિટી બની ગયો. ત્યારે થોડા દિવસ પહેલા ગુજરાતના જાણીતા કલાકાર યોગેશદાન ગઢવીએ કમા ઉપર નિવેદન આપતા કહ્યું હતું કે, કમો તો ભગવાનનું દીધેલું ઘરેણું છે, તેને આ રીતે ડાયરામાં નચાવાય કે ધુણાવાય નહીં.
કમો એક દિવ્યાંગ વ્યક્તિ છે તેના મનમાં શું ચાલતું હોય તે જાણી શકાય નહીં તેથી તેની સાથે આવી મજકરી ન કરાય.ત્યારે કમાને લઈને હવે હિતેન કુમારનું એક નિવેદન હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. હિતેન કુમારે કહ્યું છે કે, હું મારા ડાયરાના મિત્રોને વિનંતી કરું છું કે કમા જેવા મનોવિજ્ઞાન બાળકને આવી રીતે રમકડું બનાવીને મજાક ના ઉડાડવો, આવા બાળકો આવા મનોવિજ્ઞાન બાળકોને પ્રત્યેની આ કરુણા નથી પરંતુ એક હાસ્યસ્પદ ઘટના બની રહે છે.
વધુમાં હિતેન કુમારે વાત કરતા જણાવ્યું કે, હું વ્યક્તિગત રીતે એક સંસ્થા સાથે જોડાયેલો છું જેવા મનોવિજ્ઞાન લોકોને છે અને મારા પરિવારના સભ્યો પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે, મિત્રો ખરેખર લોકોને આવા લોકો સાથે આવું ન કરવું જોઈએ.
ત્યારે હિતેનકુમાર એ વધુમાં વાત કરતા જણાવ્યું કે, હું એવા લોક સાહિત્ય કલાકારની વાત કરું છું જેવો માણસાઈની વાત કરે છે એ જ લોકો કમા સાથે આવું વર્તન કરીને તેનો ઉપયોગ કરી રહ્યા છે. લોકોને સમજવું જોઈએ કે કમાનો આ રીતે ઉપયોગ ન કરાય. ખરેખર આ ખૂબ જ શરમજનક બાબત છે. હાલમાં હિતેન કુમારના આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment