આપણે સૌ જાણીએ જ છીએ કે ઉતરાયણ એ ગુજરાતીઓનો ખૂબ જ પ્રિય તહેવાર છે. ત્યારે ઉતરાયણ પહેલા સુરતમાં પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ ઉત્સવમાં અનેક પ્રકારના નાના મોટા પતંગો જોવા મળ્યા હતા અને કેટલાક એવા અનોખા પતંગ હતા જે જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા.
View this post on Instagram
પરંતુ જ્યારે પ્રભુ શ્રીરામને 30 ફૂટ મોટી પતંગ આકાશમાં ચડી ત્યારે સૌ કોઈ લોકોનું દિલ ખુશ થઈ ગયું હતું અને ત્યાં હાજર સૌ કોઈ લોકો જયશ્રી નામના નારા લગાવવા લાગ્યા હતા. જેના કેટલાક ફોટા અને વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ તાપી રીવર ફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ વિદેશથી લોકો અહીં પતંગ ઉત્સવમાં આવ્યા હતા. પતંગ ઉત્સવનું આયોજન થયું ત્યારે આખું આકાશ રંગબે રંગબી પતંગોથી ભરાઈ ગયું હતું.
આ દરમિયાન નીતીશભાઈ નામના વ્યક્તિએ એક અનોખો પતંગ આકાશમાં ચડાવ્યો ત્યારે તે પતંગને જોઈને સૌ કોઈ લોકોનું દિલ ખુશ થઈ ગયું હતું. નીતિશભાઈએ પ્રભુ શ્રીરામ ની આકૃતિ વાળો પતંગ આકાશમાં ચડાવ્યો હતો અને સૌ કોઈ રામ ભક્તો આ પતંગને જોઈને આકર્ષિત થઈ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment