સુરતમાં સચિન વિસ્તારમાં આવેલી સનલાઇટ શાળાના પ્રિન્સિપનું કોરોના ના કારણે મૃત્યુ થયું હતું. પ્રિન્સિપલ ના મૃત્યુ થયા બાદ તેમના પરિવારે સ્કૂલ મેનેજમેન્ટને પ્રિન્સિપલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે લેપટોપમાં રહેલો એક વિડીયો જોઈને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચોંકી ગયા હતા.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક શિક્ષક વિદ્યાર્થીનીની સાથે અડપલા કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોને લઈને સ્કૂલ મેનેજમેન્ટ નું કહેવું છે કે, ભલે અમારી શાળાનું નામ જાહેર થયું પરંતુ શિક્ષક સામે પગલાં લેવામાં નહીં આવે તો ફરીથી આવા કૃત્ય કરતા રહેશે એટલે શુક્રવારના રોજ ડીઈઓને આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ રિસેસ સમય દરમિયાન ધોરણ 8ના ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો, ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીની એકલી બેઠી છે. તેની બાજુમાં શાળાનો શિક્ષક નિલેશ ભાલાણી બેઠો છે. આ શિક્ષક વિદ્યાર્થિનીના શરીર સાથે મસ્તી કરતો દેખાઇ રહ્યો છે. વિદ્યાર્થીનીના શરીર પર ન ટચ કરવાની જગ્યા પર ટચ કરી રહ્યો છે.
મળતી માહિતી મુજબ સનલાઇટ શાળાના પ્રિન્સીપાલને કોરોના મૃત્યુ થયું હતું. તેમના લેપટોપમાં અન્ય શિક્ષકની લંપટ લીલા સામે આવી છે. શાળા સંચાલકના કહેવા મુજબ લેપટોપમાંથી શાળાના શિક્ષક નિલેશના એક નહીં પરંતુ પાંચ અલગ અલગ વિડીયો જોવા મળ્યા છે.
મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા પ્રિન્સિપાલે શિક્ષકની આ હરકતના વિડીયો પુરાવા તરીકે ભેગા કર્યા હતા. પરંતુ પ્રિન્સિપલ કોઈ કાર્યવાહી કરે તે પહેલાં તો તેમનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ પ્રિન્સિપાલના પરિવારે લેપટોપમાં આ વીડીયો જોયા હતા.
ત્યારબાદ તેમને આ શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઇને આરોપી શિક્ષકની નિલેશે તમામ આરોપોને ફગાવી દીધા છે. આરોપી શિક્ષક નિલેશનું કહેવું છે કે, હાલમાં હું બીજી શાળામાં નોકરી કરી રહ્યો છું. તેથી મને બદનામ મારા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment