સમગ્ર દેશભરમાં કોરોના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.આ પરિસ્થિતિ વચ્ચે રાજસ્થાન સરકારે કોરોનાવાયરસ મહામારી માં વધતા સંક્રમણ ને ધ્યાનમાં લેતા 11 જિલ્લાઓમાં જાહેર સ્થળો પર ધારા 144 લાગુ કરી દીધી છે અને પાંચ થી પણ વધારે વ્યક્તિઓ ના સમૂહ એકત્રિત થવા પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અશોક ગહેલોત ની અધ્યક્ષતામાં શનિવારે રાતે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો છે.
કોરોના વાયરસના સંક્રમણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતા જયપુર,જોધપુર,કોટા,અજમેર, અલવર,ભીલવાડા,બીકાનેર,ઉદયપુર સિકર,પાલી અને નાગોર જિલ્લાનું મુખ્યાલય વાળા શહેરોમાં જાહેર સ્થળો પર ધારા 144 અંતર્ગત 5 થી વધુ વ્યક્તિઓ એક સાથે એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી એ શનિવારે રાજ્યમાં કોરોના મહામારી ની સ્થિતિ અને તેનાથી બચાવવાના ઉપાયો પર અધિકારીઓ સાથેની બેઠકમાં સમગ્ર પ્રદેશમાં કોઇ પણ સામાજિક કે ધાર્મિક આયોજન પર રોક ને પણ 31 ઓકટોબર સુધી યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે.
એક સરકારી નિવેદન અનુસાર અંતિમ સંસ્કારમાં 20 તથા લગ્ન સમારોહમાં 50 વ્યક્તિઓ સામેલ થવાની છૂટ રહેશે પરંતુ તેના માટે સ્થાનિક અધિકારીને પૂર્વ સૂચના આપવાની રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment