ગુજરાત રાજ્યના આ વિસ્તારોમાં આજરોજ પડી શકે છે કમોસમી વરસાદ,જાણો વિગતે

Published on: 10:16 am, Sun, 3 January 21

ગુજરાત રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે અને આવતી કાલ દરમ્યાન માવઠું થઈ શકે છે. હવામાન વિભાગે દાહોદ, મહીસાગર, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં 3 જાન્યુઆરી એટલે કે આજરોજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રવી સીઝનનું સારા એવા પ્રમાણમાં વાવેતર થયું હોય અને માવઠાની આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી છે.

સાયક્લોનિક સરક્યુલેશન ના કારણે વાતાવરણમાં પલટો આવવાના કારણે ઠંડીમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં આગામી આજે અને આવતી કાલે બે દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે વરસાદના લીધે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે.

3 જાન્યુઆરી બાદ ઠંડી થોડી રાહત મળવાની સાથે જ તાપમાન વધવાની પણ હવામાન વિભાગ આગાહી વ્યક્ત કરી છે. રવિવારે ફરી ઠંડા પવનનું પ્રમાણ વધતા શહેરમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.

7 જાન્યુઆરી સુધી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના આ વિસ્તારોમાં આજરોજ પડી શકે છે કમોસમી વરસાદ,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*