રાજકોટમાં એક બિલ્ડિંગ પર વિજળી પડવાના દ્રશ્યો કેમેરામાં થયા કેદ, વીજળી પડતા લોકો ધ્રુજી ઉઠ્યા – જુઓ વીજળી પડવાનો વિડીયો…

Published on: 11:09 am, Mon, 27 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજકોટમાં વરસાદને કારણે રાજકોટની જનતાને ભારે ગરમીથી રાહત મળે છે. ત્યારે ગઇકાલે બપોરે અચાનક જ રાજકોટમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

રાજકોટમાં બપોર પછી ચાર વાગ્યાની આસપાસ મોહનભાઈ આકાશ કાળા ડિબાંગ વાદળોઓથી ઘેરાઈ ગયું હતું. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. આ દરમિયાન રાજકોટની એક બિલ્ડીંગ ઉપર વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ઊંચી બિલ્ડિંગ પર જોરદાર વીજળીના કડાકા ભડાકા થાય છે. વીજળીના કડાકા-ભડાકા સાંભળીને આસપાસના લોકો ધ્રૂજી ઊઠયા હતા. આ વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરની શિવધારા સોસાયટી માં ભારે પવનના કારણે સોલાર પેનલ ઊડીને નીચે પડી હતી.

વીજળી પડવાના દ્રશ્યો રાજકોટના હનુમાન મઢી ચોક નજીક કેમેરામાં કેદ થયા હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનામાં કોઈને જાન હાની પહોંચી નથી. રાજકોટમાં એક કલાકમાં ધોધમાર વરસાદ પડવાના કારણે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા અને જગ્યાએ ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયા હતા.

ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં તો ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે લોકોના ઘરના છાપરા અને અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.

આ ઉપરાંત અનેક જગ્યાએ ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ભગવતીપરામાં કાચા મકાન પર વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. રાજકોટમાં ગઇકાલે મીની વાવાઝોડા જેવો માહોલ દેખાયું હતો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં એક બિલ્ડિંગ પર વિજળી પડવાના દ્રશ્યો કેમેરામાં થયા કેદ, વીજળી પડતા લોકો ધ્રુજી ઉઠ્યા – જુઓ વીજળી પડવાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*