વિધાનસભામાં વિપક્ષી નેતા અમિત ચાવડાએ “ગોંડલ ગુંડાનું ગામ” એવું કહેવાતા ભાજપ દ્વારા પૂતળા દહન કરાયું હતું.તેમના આ નિવેદન બાદ ગોંડલ માં વિરોધ કરાયો હતો.વિધાનસભા માં બે દિવસ પહેલા વિપક્ષી નેતા અમિત ચાવડાએ ગોંડલ ની ઓલખ ગુંડા ના ગામ તરીકે પ્રચલિત છે.
આવું નિવેદન આપતા તેના ઘેરા પ્રત્યાઘાતો ગોંડલ પંથકમાં પડ્યા હતા.ભાજપી આગેવાનો દ્વારા કોલેજો ખાતે અમિત ચાવડા નું પૂતળા દહન કરાયું હતું.ગોંડલ માં કોંગ્રેસ ના નેતા અમિત ચાવડા નું પૂતળાનું દહન કરવામાં આવ્યું છે.
બે દિવસ પહેલા અમીત ચાવડાએ ગોંડલ ને ગુંડા નું ગામ કહ્યુ હતુ.જેને લઇને તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.ભાજપના આગેવાનો દ્વારા કોલેજ ખાતે અમિત ચાવડાના પૂતળાનું દહન કર્યું હતું.
વિધાનસભા માં આજે કોંગ્રેસ આક્રમક મૂડમાં હતું.કોરોના સંક્રમણ અંગે અમિત ચાવડાએ ગૃહમાં સતાપક્ષ પર વાર કરતા કહ્યુ કે એક વર્ષ પહેલા નમસ્તા ટ્રમ્પ ના નામે કોરોના ફેલાયો હતો.
પોલીસ ની કામગીરી ને લઇને અમિત ચાવડા દ્વારા ગૃહ માં પ્રહાર કરવામાં આવ્યા હતા.અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી એ ગૃહ વિભાગ ને સોથી ભ્રષ્ટ માન્યું હતું તથા પોલીસમાં બે પ્રકાર ના અધિકારીઓ કામ કરે છે.
એક કાયદાકીય રીતે કામ કરનાર અધિકારીઓ તથા બીજો કમલમ થી પગાર થતો હોય તે રીતે કામ કરતા અધિકારીઓ.આ સાથે જ ચાવડાએ ગૃહમાંથી પોલીસ અધિકારીઓ ચેતવ્યા હતા.
કે સમય બદલાતા કોઈ આકાઓ મદદે નહિ આવે તથા નવા અંગ્રેજો ના શાસન માં અવાજ દબાવવા માટે સરકાર પોલીસનો ઉપયોગ કરતી હોવાનો ચાવડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment