માત્ર ત્રણ શબ્દોથી સમગ્ર સુરતમાં “ડાયમંડ કિંગ” તરીકે જાણીતા બન્યા સવજીભાઈ ધોળકિયા

ગુજરાત રાજ્યમાં આવેલ સુરત શહેર હીરા ઉદ્યોગ માટે સમગ્ર વિશ્વભરમાં જાણીતું છે આ હીરાની ચમક વધારવા પાછળ અનેક ઉદ્યોગપતિએ પોતાનો અગ્રિમ ફાળો આપી આજે સમગ્ર વિશ્વમાં હીરાની ચમક વધારી દીધી છે આ માટે જ સુરત શહેરને હીરા ઉદ્યોગનું શહેર તરીકે ઓળખવામાં આવે છે મોટેભાગના લોકો હીરા સાથે જોડાયેલા છે એ જ તેની ઓળખાણ છે. આજે આપને એક એવા જ હીરા ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાની સફળતા પાછળના અનેક રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છે આખરે કેવી રીતે તેમણે શૂન્યમાંથી સર્જન કરી ડાયમંડ કિંગ તરીકેની સમગ્ર વિશ્વમાં ઓળખ મેળવી છે. આ ઉદ્યોગમાં સફળ થવા માટે સવજીભાઈ ધોળકિયા પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે આથી જ આજે તેઓ સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સુરતના હીરા ઉદ્યોગની સમગ્ર વિશ્વમાં સતત આગળ વધારી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ સફળતા સાથે સાથે તેઓ અનેક સેવા કાર્ય સાથે પણ જોડાયેલા છે પોતાના વતન અને જન્મભૂમિમાં પણ અનેક વિકાસના કાર્ય કરી પોતાના સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતાની એક અલગ ઓળખ લોકો સમક્ષ રજૂ કરી છે.