આજે અમે તમને એક 95 વર્ષના દાદાની હિંમતની વાત કરવા જઈ રહ્યા છીએ. દાદાની હિંમત જોઈને નવયુવાનોમાં પણ જુસ્સો આવી જશે. 95 વર્ષની ઉંમરમાં મોટા ભાગના લોકો ચાલી પણ નથી શકતા. ત્યારે આ દાદા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે 95 વર્ષની ઉંમરે રસ્તાની બાજુમાં 10 રૂપિયાની મગફળી વેચે છે.
દાદા પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. પરંતુ દાદાએ આ ઉંમરે પણ હાર નથી માની અને પોતાની હિંમત બતાવીને રસ્તાની બાજુમાં મગફળી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
આ દાદાએ આ ઉંમરે ભીખ માંગવા કરતાં મહેનત કરીને ખાવાનું પસંદ કર્યું છે. દાદા આખો દિવસ રસ્તાની બાજુમાં મગફળી વેચીને દિવસના 150 થી 200 રૂપિયાની કમાણી કરે છે. જેનાથી દાદા પરિવારનો ખાવા-પીવાનો ખર્ચો નીકળી જાય છે.
આ માહિતી ત્યાંથી પસાર થઇ રહેલા એક યુવકે મેળવી હતી. હકીકતમાં એક યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે દાદા ની મહેનતથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો અને તેની દાદા પાસેથી આ વાત જાણી હતી.
તે યુવક પણ દાદા ની ઉંમર જાણીને આશ્ચર્યચકિત થઇ ગયો હતો. એટલું જ નહીં પરંતુ તે યુવકે દાદાની આ મહેનત અને હિંમત જોઈને દાદાને 1000 રૂપિયા આપ્યા હતા.
એટલું જ નહીં પરંતુ તે યુવકે કહ્યું કે તમે મને તમારો દીકરો જ માનજો. જો આપણને પણ રસ્તામાં કોઈ એવા વૃદ્ધ વ્યક્તિ મળે જે મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તો તે વ્યક્તિની મદદ જરૂર કરજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment