ગત રવિવારના રોજ મોરબીમાં બનેલી દુર્ઘટનાના કારણે ગુજરાતના અનેક ગામડાઓમાં તમે છવાઈ ગયો છે. આ ઘટનામાં અનેક પરિવારો મોરબીના ઝૂલતા પૂલ તૂટવાના કારણે દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. ગત રવિવારના રોજ લગભગ 6:30 વાગ્યાની આસપાસ અચાનક જ મોરબીમાં આવેલો ઝુંલતો પુલ બે કડાકા સાથે તૂટી પડ્યો હતો.
જેના કારણે પુલ પર હાજર સેકડો લોકો એક જ ઝટકામાં મચ્છુ નદીમાં પડ્યા હતા. આ ઘટના બન્યા બાદ લોકોએ પોતાનો જીવ બચાવવા માટે લોકો વલખા મારી રહ્યા હતા. કેટલાક લોકો આ ઘટનાનો વિડીયો બનાવી રહ્યા હતા અને કેટલાક લોકો ત્યાં હાજર લોકોની મદદ કરી રહ્યા હતા. આ ઘટના જીવનમાં લોકો ક્યારેય નહીં ભૂલી શકે.
ઘણા આખા પરિવારો ઘટનાનો ભોગ બન્યા છે. આવી પરિસ્થિતિમાં અનેક લોકોએ પોતાનો જીવ જોખમમાં નાખીને અનેક લોકોનો જીવ બચાવ્યો છે. ત્યારે આજે એક એવી જ મહિલા વિશે આપણે વાત કરવાના છીએ. જ્યારે ગત રવિવારના રોજ મોરબીમાં ઝુલતો પુલ તૂટીયો અત્યારે ચારેયબાજુ ભારે અપરાધ અફરી મચી ગઈ હતી.
એક મહિલા કે જે પોતાની દીકરા અને દોહીત્રા સાથે પુલ પર હતા. ભુલ તૂટતા જ અચાનક તેઓ નીચે ખાબકીયા હતા. ત્યારે આ માજીએ જરાક પણ મૂંઝાયા વગર હિંમત બતાવી હતી અને દીકરાના નાના બે સંતાનો સહિત ત્રણેને પોતાની પહેરેલી સાડી કાઢીને તેમાં લિફ્ટિને બહાર લાવ્યા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો.
આ માજીનું નામ જયાબેન પ્રભુભાઈ બોગાની છે. જયાબેનના દીકરા વિક્રમને પોતાની માતા વિશે વાત કરતા જણાવ્યું કે, મારી મા મારી બહેન કે જે 19 વર્ષની હતી તેને ન બચાવી શક્યા, પરંતુ બહેનના બે નાના નાના દીકરાઓ સહિત ત્રણેને સાડીમાં વીંટીને બહાર આવ્યા હતા. મારી માતાને તરતા આવડે છે.
ઘટના બન્યા બાદ લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ તેઓ પાણીમાંથી બહાર આવ્યા હતા. મારી બહેનને તરતા ના આવડતું હતું. જેના કારણે તે પાણીમાં ડૂબી ગઈ હતી તેની લાશ અમને બાર કલાકે મળી હતી. આ માજીની ગજબ હિંમતના કારણે ત્રણ બાળકોનો જીવ બચી ગયો છે. લોકો માજીની હિંમત અને કોઠાસુજની પ્રશંસા કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment