ધ કેરલા સ્ટોરી(The Kerala Story): સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણી મુવી આવતી હોય છે જેના કારણે અનેક બાબતો ચર્ચામાં આવતી હોય છે. પરંતુ હાલ એક મુવી આવ્યું છે જેનું નામ છે ‘ધ કેરલા સ્ટોરી’ મુવીને લઈને અનેક બાબતો ચર્ચામાં આવી રહી છે. જે લોકોને કેરલા સ્ટોરી ને વધુ પ્રોત્સાહન આપ્યું છે તેઓ પોતાના વ્યવસાયલક્ષી ઓફરો પણ આપી રહ્યા છે.
જેને લઇને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કોઈ ‘ધ કેરલા સ્ટોરી’ ની ટિકિટ બતાવે તો ચા કોફી ફ્રી માં આપી રહ્યા છે. તો કોઈક વિના મૂલ્યે રીક્ષા સેવા આપવાની જાહેરાત કરી રહ્યું છે. ‘ધ કેરલા સ્ટોરી’ નો વિષય ફરી એક વખત કાશ્મીર ફાઇલ્સ ની માફક ચર્ચામાં રહ્યો છે.
કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને નિહાળવા જતા લોકો માટે અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી હતી. એ જ પ્રકારે હવે ‘ધ કેરલા સ્ટોરી’ ને લઈને પણ અલગ અલગ પ્રકારની ઓફરો આપવામાં આવી રહી છે. સુરત નજીક સરથાણા ગામમાં રીક્ષા ચાલક દ્વારા જે મહિલાઓ કે પરિવાર ‘ધ કેરલા સ્ટોરી’ જોવા માટે થિયેટરમાં જશે.
તેમની પાસેથી કોઈપણ પ્રકારનું ભાડું વસૂલવામાં આવશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે. પોતાની રીક્ષા પર આ જાહેરાત કરતા પોસ્ટરો પણ તેણે લગાવ્યા હતા. આ મામલે હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા રીક્ષા ચાલક વિજય ભરવાડે કહ્યું કે, અમને વિચાર આવ્યો કે આ પ્રકારની જ્યારે સારી મુવી બનતી હોય કે જેનાથી આપણા દેશના યુવા વર્ગને સારો સંદેશ મળે અને કેટલા જેવા રાજ્યમાં જે પ્રકારની સ્થિતિ છે.
લવ જેહાદ જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તે ખૂબ જ ચિંતાજનક છે. એક ચોક્કસ ધર્મ વિશે લોકોનો આ ષડયંત્ર છે, જેને આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે. જેથી કરીને અમે કેટલાક મિત્રો એકત્રિત થઈને જે પણ ‘ધ કેરલા સ્ટોરી’ જોવા માટે પરિવાર સાથે જશે અને તેઓ અમારા સંપર્ક કરશે તો અમે અમારી રીક્ષામાં તેમને વિનામૂલ્યે લઈ જઈશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો