મિત્રો દિવસેને દિવસે સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી ઘટના સાંભળી છે જેમાં બીજાને બચાવવા જતા ગંભીર અકસ્માત સર્જાતો હોય છે. મિત્રો દર વર્ષે આવા ઘણા અકસ્માત બને છે અને ઘણા લોકો પોતાના જીવ ગુમાવે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે મિત્રોએ એક સાથે પોતાના જીવ ગુમાવ્યા છે.
બંનેના મૃત્યુ થતા બંનેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના હરિયાણાના હિસારમાં હાંસી નજીક સોરઠી ગામ પાસે બની હતી. સમગ્ર અકસ્માતને લઈને વિગતવાર વાત કરીએ તો, ડોક્ટર સતીશ અને ખેલાડી રાકેશ નામના બે મિત્રો કારમાં સોરઠી ગામ જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં તેમની કારની સામે અચાનક જ એક જાનવર આવી ગયું હતું. જાનવરને બચાવવા જતા કાર બેકાબુ બની ગઈ હતી. ત્યારે બેકાબુ બનેલી કાર એક ગટરમાં પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ગટરની ઊંડાઈ લગભગ 20 ફૂટ છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
આ ગટર ખૂબ જ ઊંડી હતી અને ગટરની અંદર ગંદુ પાણી ભરેલું હતું. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ડોક્ટર સંતોષકુમાર અને ખેલાડી રાકેશ કાર સાથે ગટરમાં ખાબકીયા હતા. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેના કરુણ મોત નીપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ડોક્ટર સતીશની ઉંમર 33 વર્ષની હતી અને ખેલાડી રાકેશની ઉંમર 24 વર્ષની હતી. અકસ્માતની ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
બંનેના મૃત્યુના સમાચાર મળતા જ બંનેના પરિવારજનોમાં માત્ર છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા રાકેશના લગ્ન થયાના હતા. જ્યારે ડોક્ટર સતીશના લગ્ન થઈ ગયા હતા અને તેમને બે બાળકો છે. ડોક્ટર સતીશના મૃત્યુના કારણે એક દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment