સોશિયલ મીડિયાની દુનિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત નાના બાળકોના એવા રમુજી વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં શાળામાં એકડા બોલતા એક બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ બાળક એવા એકડા બોલે છે કે સામે બેઠેલો સાહેબ પણ ગોથા ખાઈ જાય છે અને બાળકના એકડા સાંભળીને તમે પણ ખડખડાટ હસી પડશો. મિત્રો વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને તમને પણ તમારા બાળપણના દિવસો યાદ આવી જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શાળામાં સાહેબ એક બાળકને એકડા શીખવાડી રહ્યા છે.
સાહેબ જે રીતે એકડા બોલે બાળક તેનાથી સાવ ઊંધા જ એકડા બોલે છે. સાહેબ “એકડે એક” બોલે તો બાળક “એકડે બે” બોલે છે. પછી સાહેબ “બગડે બે” બોલે તો બાળક “બગડે ત્રણ” બોલે છે. આ બાળકને એક થી પાંચ એકડા બોલાવવામાં તો સાહેબને પણ પરસેવો નીકળી ગયો હતો.
View this post on Instagram
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકને ચોગડે ચાર બોલતા જ નથી આવડતું. હાલમાં આ બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાળકના એકડા બોલવાની સ્ટાઇલ જોઈને ઘણા લોકો તો હસી હસીને ગોટો વળી ગયા છે.
આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર mojiabhai007 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. ઉપરાંત ચાર લાખથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment