હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગાંધીનગર એલ.સી.બી 1માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેક આવવાના કરોડ મોત થયું છે. અચાનક જ હેડ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો પડ્યો હતો તેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે હેડ કોન્સ્ટેબલની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
હેડ કોન્સ્ટેબલના મૃત્યુના સમાચાર મળતા જ પોલીસ બેડામાં અને તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો. મળતી માહિતી અનુસાર ઘટના બની તે દિવસે સવારના સમયે હેડ કોન્સ્ટેબલ કલોલ શહેરમાં હતા. ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેમની હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃત્યુ પામેલા હેડ કોન્સ્ટેબલનું નામ લતીફખાન મહેમુદખાન પઠાણ હતું. શુક્રવારના રોજ હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થયું છે. તેમની ઉંમર 27 વર્ષની હતી અને નાની ઉંમરે જ દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. વર્ષ 2009માં તેઓ પોલીસ વિભાગમાં ભરતી થયા હતા.
ત્યાર પછી તેઓ અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગાંધીનગર એલસીબીમાં નોકરી કરતા હતા. શુક્રવારના રોજ જ્યારે તેઓ પોતાની નોકરી પર હતા ત્યારે અચાનક જ એકાએક તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો. છાતીમાં દુખાવો પડ્યા બાદ તેમને કલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલના મૃત્યુના સમાચાર મળતા જ પોલીસ કર્મચારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યારબાદ તેમના મૃતદેહને કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
ત્યાં ગાંધીનગર એલસીબી તથા ગાંધીનગર એસોજી પોલીસના જવાનો અને અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. લતીફખાનનું મૃત્યુ થતા જ એક 12 વર્ષના બાળકને અને એક 7 વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment